Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જામનગર તા. ૧૭: જામનગરમાં મેઘાવી માહોલ વચ્ચે છેલ્લા ત્રણ દિવસમાં મહત્તમ તાપમાન ૨.૯ ડિગ્રી સુધી ઘટીને ૩૪.૬ ડિગ્રીએ પહોંચી જતા ગરમીમાં ઘટાડો થયો છે. વાતાવરણમાં ભેજનું પ્રમાણ ૭૮ ટકા રહેતા પ્રજાજનોએ બફારાની અનુભૂતિ કરી હતી.
જામનગરમાં વરસાદી વાદળોના આંટાફેરાની સાથે સાથે હાલ તાપમાનમાં દિન પ્રતિદિન ઘટાડો પણ થઈ રહ્યો છે. ગત ત્રણ દિવસમાં મહત્તમ તાપમાનમાં ૨.૯ ડિગ્રીનો ઘટાડો થયો છે. છેલ્લા ૨૪ કલાકની વાત કરીએ તો આંશિક ઘટીને મહત્તમ તાપમાન ૩૪.૬ ડિગ્રી અને અડધા ડિગ્રીના ઘટાડા સાથે લઘુતમ તાપમાન ૨૭.૫ ડિગ્રી નોંધાયું હતું. તાપમાનમાં થયેલા ઘટાડાના પગલે ગરમીમાં પણ ઘટાડો થયો હતો.
નગરમાં મેઘાવી માહોલના પગલે વાતાવરણમાં ભેજનું પ્રમાણ નહીંવત વધીને ૭૮ ટકા રહ્યું હતું. ભેજનું પ્રમાણ વધુ રહેતા ગઈકાલે પણ બફારો અનુભવાયો હતો. પવનની ગતિ પ્રતિ કલાકના સરેરાશ ૧૫ થી ૨૦ કિમીની રહેવા પામી હતી. પવનના કારણે સાંજથી વાતાવરણમાં ઠંડક પ્રસરવા લાગતા પ્રજાજનોએ રાહત અનુભવી હતી.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial