Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
સગાઈ તૂટ્યા પછી ગુમસુમ રહેતા હોવાનું પિતાનું નિવેદનઃ
જામનગર તા. ૧૭: જામનગરના ગોકુલનગર રડાર રોડ પર વસવાટ કરતા એક કર્મકાંડી વિપ્ર પ્રૌઢની બાવીસ વર્ષની પુત્રીએ ગઈકાલે સવારથી બપોર સુધીમાં પોતાના ઘરમાં ગળાફાંસો ખાઈ આત્મહત્યા કરી છે. સગાઈ તૂટી ગયા પછી ગુમસુમ રહેતી પુત્રીએ આ પગલું ભર્યાનું પિતાએ પોલીસને જણાવ્યું છે.
જામનગરના ગોકુલનગર રડાર રોડ પર વસવાટ કરતા અને કર્મકાંડ કરતા જયંતિલાલ અમૃતલાલ આચાર્ય નામના વિપ્ર પ્રૌઢના પુત્રી જયોતિબેન (ઉ.વ.રર)એ ગઈકાલે સવારના દસ વાગ્યાથી બપોરના ત્રણ વાગ્યા દરમિયાન પોતાના ઘરમાં ગળાફાંસો ખાઈ લીધો છે.
આ યુવતીએ એક ઓરડામાં આવેલા પંખામાં સાડી વડે ગાળીયો બનાવી ગળાટૂંપો ખાધો હતો જેની બપોરે ત્રણેક વાગ્યે પરિવારને જાણ થઈ હતી. પિતા જયંતિલાલે પોલીસને વાકેફ કરી છે. દોડી ગયેલા સિટી સી ડિવિઝનના સ્ટાફે મૃતદેહને પીએમ માટે ખસેડી પિતાનું નિવેદન નોંધ્યું છે.
પોલીસ સમક્ષના નિવેદનમાં પિતા જયંતિલાલે જણાવ્યું છે કે, તેમની પુત્રીની થોડા સમય પહેલા ખંભાળિયામાં સગાઈ કરવામાં આવી હતી. તે પછી પારિવારિક કારણથી સગાઈ તૂટી ગઈ હતી. ત્યારથી જયોતિબેન ગુમસુમ રહેતા હતા અને કોઈ સાથે વાતચીત કરતા ન હતા. તે દરમિયાન ગઈકાલે આ યુવતીએ ઉપરોક્ત પગલું ભરી જિંદગીનો અંત આણી લીધો છે. પોલીસે નિવેદનની નોંધ કરી તપાસ હાથ ધરી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial