Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જિલ્લામાં આગોતરૃં વાવેતર કરનાર ખેડૂતો કફોડી સ્થિતિમાં:
ખંભાળિયા તા. ૧૭: દેવભૂમિ દ્વારકા જિલ્લો કેટલાક વર્ષોથી સમગ્ર રાજ્યમાં વરસાદમાં ટોપ પર રહેતો હતો તથા વર્ષે ૧પ-ર૦ ઈંચ વરસાદ પડતા દ્વારકા જેવા વિસ્તાર ૧૦૦-૧૦૦ ઈંચ સુધી પહોંચી ગયેલ ત્યારે આ વર્ષે મેઘરાજા રીસાયા હોય તેમ પહેલા ભીમ અગિયારસ ને પછી ગઈકાલે અષાઢી બીજ પણ વરસાદ વગરની કોરી ધાકોળ જતા ખેડૂતોમાં ચિંતા છે. તો મોટાભાગના ડેમો પણ ૧પ-ર૦ ટકા જ પાણીવાળા તો ક્યાંક ડેડ વોટરની સ્થિતિવાળા હોય, શહેરો તથા ગામડાઓમાં પીવાના પાણીના પણ ગંભીર પ્રશ્ન આગામી સમયમાં ઊભો થાય તેવી સ્થિતિ થઈ છે.
નર્મદાનું પાણી એજ મુખ્ય આધાર
ખંભાળિયા શહેર તથા નજીકના રર ગામોને ઘી ડેમ આધારીત જળ યોજનામાં પાણી વિતરણ થતું હતું, પરંતુ ઘીડેમમાં હવે માત્ર ચાર ફૂટ જ પાણી તે પણ વચ્ચેના વિસ્તારમાં જ હોય અગાઉ એક વખત ઓવરફ્લો થતો ઘી ડેમ બે વર્ષ સુધી ચાલતું પણ હવે ગ્રામ્યના પીવાના પાણી તથા ખંભાળિયા શહેર માટે વર્ષે ખલાસ થઈ જતો હોય, ખંભાળિયા તથા ગ્રામ્ય વિસ્તારના અનેક વિસ્તારો હવે નર્મદાના પાણી પર જ આધારીત હોય, જો વરસાદ ખેંચાશે તો લોકોને ભારે પરેશાની થશે.
આગોતરા વાવેતર કરનારા કફોડી સ્થિતિમાં
સામાન્ય રીતે જૂન માસના એન્ડમાં કે મધ્યમાં વરસાદ આવવાની શક્યતા હોય, તથા વરસાદી વાતાવરણ થતા તથા કેરળ-મુંબઈમાં આગામન થઈ જતા થોડા પાણીની સગવડતાવાળા ખેડૂતોએ પાકનું વાવેતર ખાસ કરીને મગફળીનું કરેલું તેઓ કફોડી સ્થિતિમાં મૂકાઈ ગયા છે, કેમ કે અડધો જુલાઈ વીતવા છતાં હજુ કલ્યાણપુર-દ્વારકામાં કંઈ વરસાદ જ પડ્યો નથી તો ખંભાળિયામાં એક ઈંચ થયો નથી ને ભાણવડમાં અડધો ઈંચ પણ નથી.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial