Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
મહાદેવને જગન્નાથજીનો મનમોહક શણગારઃ
જામનગર તા. ૧૭: જામનગરના સુપ્રસિદ્ધ કાશી વિશ્વનાથ મહાદેવ મંદિરમાં અષાઢી બીજના પાવન પર્વ નિમિત્તે ભગવાન મહાદેવને ભગવાન જગન્નાથજીના સ્વરૂપમાં વિશેષ અને આકર્ષક શણગાર કરવામાં આવ્યો હતો.
મંદિરના પૂજારી પરિવાર દ્વારા મહાદેવને રંગબેરંગી વસ્ત્રો, ફૂલોના હાર અને આભૂષણોથી સજાવી જગન્નાથજીનું દિવ્ય સ્વરૂપ આપવામાં આવ્યું હતું. ભગવાનનો આ અનોખો શણગર ભક્તોમાં આકર્ષણનું કેન્દ્ર બન્યો હતો.
વહેલી સવારથી જ મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓએ મંદિરે પહોંચી મહાદેવના વિશેષ દર્શન કરી ધન્યતા અનુભવી હતી. ભક્તોએ ભગવાન મહાદેવ અને જગન્નાથજીને પ્રાર્થના કરી પરિવારની સુખ-શાંતિ અને સમૃદ્ધિની કામના કરી હતી. અષાઢી બીજના પર્વે યોજાયેલા વિશેષ શણગાર અને ધાર્મિક કાર્યક્રમોને કારણે સમગ્ર મંદિર પરિસરમાં ભક્તિમય અને ઉત્સવમય માહોલ છવાયો હતો.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial