Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ચીનમાં ૭૯ હજાર કેસઃ ૧૩૦ દર્દીઓ ગંભીર
નવી દિલ્હી તા. ૧૭: ભારતના કેટલાક રાજ્યોમાં કોરોનાએ ફરીથી દેખા દીધી છે, તો ફરી વખત ચીનમાં પણ કેસ દેખાવા લાગ્યા છે. આંધ્રપ્રદેશમાં કોરોનાના ૧૨ નવા દર્દી મળ્યા છે અને ૪ ના મોત થતા સ્વાસ્થ્ય વિભાગ એલર્ટ છે. કેરળમાં પણ કેસ જોવા મળ્યા છે.
ભારત અને ચીનમાં કોરોનાએ ફરી ચિંતા જગાવી છે. ભારતના આંધ્રપ્રદેશમાં છેલ્લા ર૦ દિવસમાં કેટલાક નવા કોરોના વાયરસના કેસ નોંધાયા છે. જેના કારણે આરોગ્ય વિભાગે દેખરેખ વધારવાની ફરજ પડી છે. આરોગ્ય વિભાગના જણાવ્યા અનુસાર ર૬-જૂનથી ૧૬-જુલાઈ-ર૦ર૬ દરમિયાન આંધ્રપ્રદેશમાં ૧ર નવા કોવિડ-૧૯ ના કેસ નોંધાયા હતાં અને ચાર પુષ્ટિ થયેલ કોવિડ સંબંધિત મૃત્યુ થયા હતાં.
જો કે, વહીવટી તંત્રએ સ્પષ્ટતા કરી છે કે, રાજ્યમાં પરિસ્થિતિ સંપૂર્ણપણે નિયંત્રણમાં છે અને જનતાએ ગભરાવવાની જરૂર નથી. કોવિડ-૧૯ ને કારણે મૃત્યુ પામેલા દર્દીઓમાં સહરોગ પણ હતાં. હાલમાં અન્ય દર્દીઓને ખાસ વોર્ડમાં રાખવામાં આવી રહ્યાં છે.
આ વર્ષે આંધ્રપ્રદેશમાં કોવિડ-૧૯ નો પહેલો કેસ ર૬-જૂનના રોજ કડપા જિલ્લામાં નોંધાયો હતો. ત્યારબાદ ૧-જુલાઈથી ૧૬-જુલાઈ દરમિયાન વધુ ૧૧ કેસ નોંધાયા હતાં. ચેપગ્રસ્ત વ્યક્તિઓમાંથી બે વ્યક્તિઓ અગાઉ પુષ્ટિ થયેલ કોવિડ-૧૯ દર્દીઓના નજીકના સંપર્કો તરીકે ઓળખાઈ હતી. કડપામાં સૌથી વધુ આઠ કેસ નોંધાયા છે. ગુંટુરમાં બે કેસ, વિશાખાપટ્ટનમમાં એક અને કાકીનાડા જિલ્લામાં બીજો કેસ મળી આવ્યો હતો.
આરોગ્ય વિભાગના મુખ્ય સચિવ વીરા પાંડિયાએ જણાવ્યું હતું કે, આ કેસ અલગ-અલગ વિભાગો અને સ્થળોએથી નોંધાયા છે, અને હજુ સુધી કોઈ એક વિસ્તારમાં કોઈ કલસ્ટર બન્યા નથી. ર૬-જૂનથી ૧પ-જુલાઈ દરમિયાન, રાજયસભામાં ૬૭ કોવિડ-૧૯ પરીક્ષણો કરવામાં આવ્યા હતાં, જેમાંથી ૧૧ પોઝિટિવ મળ્યા હતાં. કાકીનાડા જિલ્લાના બીજા દર્દીનો ટેસ્ટ તમિલનાડુના વેલ્લોરમાં ક્રિશ્ચયિન મેડિકલ કોલેજમાં પોઝિટિવ આવ્યો હતો.
આ વર્ષે કેરળમાં સૌથી વધુ કોવિડ-૧૯ કેસ નોંધાયા છે. ૧-જુલાઈથી સમગ્ર ભારતમાં ૩૩૯ કેસ નોંધયા છે. આમાંથી કેરળમાં સૌથી વધુ ૧૧પ કેસ નોંધાયા છે. વધુમાં કર્ણાટકમાં ૬૪, મહારાષ્ટ્રમાં ૪૩, તમિલનાડુમાં ૩૯, આંદામાન અને નિકોબાર ટાપુઓમાં ૧૮, દિલ્હીમાં ૧૮ અને રાજસ્થાનમાં ૧૨ કેસ નોંધાયા છે.
ચીનમાં તાજેતરમાં કોવિડ-૧૯ ના પોઝિટિવ કેસોની સંખ્યા વધી છે. ચાઈનીઝ સેન્ટર ફોર ડિસીઝ કંટ્રોલ એન્ડ પ્રિવેન્શન અનુસાર ચીનમાં કોવિડ-૧૯ નો પ્રકોપ હાલમાં નીચા સ્તરે છે. દેશમાં કોઈ નવા પ્રકારો જોવા મળ્યા નથી. ચાઈનીઝ સેન્ટર ફોર ડિસીઝ કંટ્રોલ એન્ડ પ્રિવેન્શન અનુસાર ૧-જૂનથી ૩૦ જૂન દરમિયાન ૭૯,૦૦૦ પુષ્ટિ થયેલ કોવિડ-૧૯ કેસ નોંધાયા હતાં. ૧૩૦ દર્દીઓ ગંભીર સ્થિતિમાં છે.
લોકોને એવી સલાહ અપાઈ રહી છે કે, કોરોના વાયરસ સંપૂર્ણપણે ગાયબ થયો નથી. પરંતુ કોવિડ-૧૯ વિશે ગભરાવવાની જરૂર નથી. દરરોજ સાબુથી હાથ ધોઈ લો, અને ખાંસી કે છીંક ખાતી વખતે મોં અને નાકને ઢાંકી દેવા જોઈએ. કોઈપણ શરદી, ખાંસી, તાવ, ગળામાં દુઃખાવો અથવા શ્વાસ લેવામાં તકલીફ હોય તો તેને અવગણવા નહીં અને શક્ય તેટલી વહેલી તકે ડોક્ટરનો સંપર્ક કરવો.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial