Advertisement
Author: નોબત સમાચાર

ચંદ્રાગામાં ત્રણ મંદિરમાં થયેલી ચોરીનો ભેદ ઉકેલાયોઃ બે શખ્સની કરાઈ ધરપકડ

રૂ।.૧ લાખ પપ હજારનો મુદ્દામાલ કબજેઃ

                                                                                                                                                                                                      

જામનગર તા. ૧૭: જામનગર નજીકના ચંદ્રાગા ગામમાં ત્રણ મંદિરમાં થયેલી ચોરીનો ભેદ ઉકેલાયો છે. બે શખ્સને કુલ રૂ।.૧ લાખ પપ હજારના મુદ્દામાલ સાથે પકડી પાડ્યા છે.

જામનગર તાલુકાના ચંદ્રાગા ગામમાં આવેલા ચામુંડા માતાજીના મંદિરમાંથી તાજેતરમાં પંચધાતુના છત્તર, સોનાનું બે ગ્રામનું છત્તર તેમજ નજીકમાં આવેલા ખોડિયાર માતાજીના મંદિરમાંથી સાડા ચૌદ કિલો વજનનો પિત્તળનો ઘંટ તથા વાકોલ માતાના મંદિરમાંથી સોનાનું બે તોલા વજનનું ફળુ ચોરાઈ ગયાની પોલીસમાં ફરિયાદ કરવામાં આવી હતી.

તે ગુન્હાની તપાસ પંચકોશી બી ડિવિઝન પોલીસ સ્ટેશનના પીઆઈ વી.જે. રાઠોડના વડપણ હેઠળ સ્ટાફે આરંભ્યા પછી આ ગુન્હામાં સંડોવાયેલા બે શખ્સ દરેડમાં સરદાર ઈન્ડસ્ટ્રીયલ એસ્ટેટમાં પાનની દુકાને ઉભા હોવાની બાતમી મળતા પોલીસ ધસી ગઈ હતી.

ત્યાંથી ચંદ્રાગા ગામનો સિદ્ધરાજસિંહ વનરાજસિંહ જાડેજા તથા મૂળ વિજયપુરનો અને હાલમાં વૃંદાવન-૧માં રહેતો હાર્દિક સુરેશભાઈ દુધાગરા નામના બે શખ્સ મળી આવ્યા હતા. આ શખ્સો પાસેથી સોનાનું રૂ।.૧ લાખ ૧પ હજારનંુ ફળુ તથા એક કિલો જેટલા વજનના પંચધાતુના રૂ।.૪૦ હજારની કિંમતના છત્તર મળી આવ્યા છે. આ શખ્સોએ ચોરીની કબૂલાત કરી છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh