Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
પોલીસ તથા પ્રજા વચ્ચેના સમન્વયને વધારવા તેમજ ગ્રામ્ય સ્તરે સુરક્ષા વ્યવસ્થા સુદૃઢ કરવા સલાયા મરીન પોલીસ સ્ટેશનના સ્ટાફે પીઆઈ જે.એન. ચાવડાના વડપણ હેઠળ ચુડેશ્વર ગામમાં વિલેજ વિઝીટ યોજી હતી. શાળાના પટાંગણમાં યોજાયેલા આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ગ્રામજનો, શાળાના બાળકો ઉપસ્થિત રહ્યા હતા. ત્રણ વાત અમારી, ત્રણ વાત તમારી સંવાદના માધ્યમથી ગ્રામજનોના પ્રશ્નો સાંભળવામાં આવ્યા હતા. એક ભારત-શ્રેષ્ઠ ભારત કાર્યક્રમ અંતર્ગત અખંડ ભારતના શિલ્પી સરદાર વલ્લભભાઈ પટેલના પ્રકૃતિ પ્રેમ, દેશદાઝ, ઐતિહાસિક સિદ્ધિ વિશે બાળકોને માહિતી આપવામાં આવી હતી. પોલીસ પર તેનો બાળકોના મનમાંથી ડર દૂર થાય તેવા સાર્થક પ્રયાસો કરાયા હતા. શંકાસ્પદ હિલચાલ અંગે તરત જ પોલીસને વિગતો આપવા અનુરોધ કરાયો હતો.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial