Advertisement
Author: નોબત સમાચાર

જામનગર પ્રાથમિક શિક્ષણ સમિતિ દ્વારા 'નિપુણ ગુજરાત' એપ્લિકેશન લોન્ચઃ મહત્ત્વપૂર્ણ પહેલ

નગરની શાળાઓનું 'પરખ'માં ઉત્કૃષ્ટ બનશે

                                                                                                                                                                                                      

જામનગર તા. ૧૭: જામનગરમાં શિક્ષણ સમિતિની બાળાઓમાં શિક્ષણની ગુણવત્તા સુધારવા 'નિપુણ ગુજરાત' એપ્લિકેશનનું લોન્ચિંગ કરાયુ છે. મ્યુનિસિપલ કમિશનર દીપેશ કેડિયાના માર્ગદર્શન હેઠળ આગામી પરખ સર્વેક્ષણમાં શ્રેષ્ઠ પરિણામનો સંકલ્પ લેવામાં આવ્યો છે.

ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા અમલમાં મુકાયેલા 'નિપુણ ગુજરાત અભિયાન' અંતર્ગત ત્રિવર્ષીય શૈક્ષણિક આયોજનને વધુ અસરકારક બનાવવા નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ, જામનગર દ્વારા મહત્ત્વપૂર્ણ પહેલ કરવામાં આવી છે. ધોરણ ૧ થી ૮ના અંદાજે ૧૩,૦૦૦થી વધુ વિદ્યાર્થીઓમાં વાંચન, લેખન અને ગણન કૌશલ્યનો સર્વાંગી વિકાસ થાય તેમજ શિક્ષણની ગુણવત્તામાં નોંધપાત્ર વધારો થાય તે હેતુથી 'નિપુણ ગુજરાત' એપ્લિકેશનનું લોન્ચિંગ કરવામાં આવ્યું.

અંગ્રેજી માધ્યમ શાળામાં યોજાયેલા આ કાર્યક્રમમાં મ્યુનિસિપલ કમિશનર દીપેશ કેડિયાના માર્ગદર્શન હેઠળ શિક્ષકોને પ્રેરણાદાયી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના ચેરમેન પરસોત કકનાણી, શાસનાધિકારી ફાલ્ગુનીબેન પટેલ, રાજ્ય નગર પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ ચંદ્રકાંત ખાખરીયા, સમિતિના હોદ્દેદારો, સીઆરસી કો-ઓર્ડિનેટરો તેમજ વિવિધ શાળાના આચાર્યો અને શિક્ષકો ઉપસ્થિત રહૃાા હતા.

ગુજરાત સરકારના શિક્ષણમંત્રી અને શિક્ષણ સચિવના માર્ગદર્શન હેઠળ યોજાયેલી સમીક્ષા બેઠકના અનુસંધાનમાં આ આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમ દરમિયાન શિક્ષકોને ગુણવત્તાયુક્ત શિક્ષણ, વિદ્યાર્થીઓના શૈક્ષણિક મૂલ્યાંકન અને અભ્યાસને વધુ અસરકારક બનાવવા અંગે વિસ્તૃત માર્ગદર્શન આપવામાં આવ્યું.

આ પ્રસંગે જણાવાયું હતું કે, 'નિપુણ ગુજરાત' એપ્લિકેશનના ઉપયોગથી નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સંચાલિત શાળાઓમાં શિક્ષણની ગુણવત્તામાં નોંધપાત્ર સુધારો થશે તેમજ આગામી પરખ સર્વેક્ષણમાં જામનગરની શાળાઓનું પ્રદર્શન વધુ ઉત્તમ બને તેવો વિશ્વાસ વ્યક્ત કરવામાં આવ્યો.

ઉલ્લેખનીય છે કે આ એપ્લિકેશનના નિર્માણમાં શિક્ષક પરેશભાઈ સાહત્યા, સંજયભાઈ મેશિયા અને સંજયભાઈ ચાંદ્રા સહિતની ટીમે મહત્ત્વપૂર્ણ જહેમત ઉઠાવી છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh