Advertisement
Author: નોબત સમાચાર

જ્યાં હૃદયનો નિસ્વાર્થ પ્રેમ હોય ને? એ ક્યારેય ભૂલાતો નથી...

                                                                                                                                                                                                      

દામિની બહુ જ નિપુણ વરિષ્ઠ  લેખિકા હતી... એ હંમેશાં એની કોલમ માટે વિષયની શોધમાં રહેતી હતી... કાંઈકને કંઈક વાંચતી રહેતી અને એમાંથી કોઈ વાત કે વિષય શોધી કાઢતી હતી... એમાં આજે અખબાર વાંચતા  વાંચતા એને એક સમાચાર પર ધ્યાન પડ્યું...લખ્યું હતું કે બહુ જ જાણીતા ઉદ્યોગકાર કરૂણાસાગર એમનો કારોબાર સમેટી બધી સંપત્તિ.. *આધાર ટ્રસ્ટ* ને આપી દેવાના છે... દામિનીએ *આધાર ટ્રસ્ટ* નામ સાંભળેલું એના સંચાલક દેવકુમાર  બહુ ભલા માણસ હતા.. *આધાર ટ્રસ્ટ* અનેક લોકોના જીવનનો આધાર હતું... એનું નામ જ એવું હતું.. કોઈ નિરાધાર હોય, લાચાર, જરૂરિયાત વાળા, એકલવાયા હોય એનો આધાર બનતું ટ્રસ્ટ હતું... એના મૂળ સ્થાપક શેઠ શ્રી કરૂણા  સાગર હતા પણ કોઈને ખબર નહોતી... એમણે બધો ભાર એમના પરમ મિત્ર દેવકુમારના ખભે નાખી દીધો હતો... દામિની આમ તો કરૂણાસાગરને જાણતી હતી... એક ઉદ્યોગકાર તરીકે... એને ખબર હતી કે તેઓને પરિવારણાથી.. મા બાપ તો હતા જ નહિ બાળપણથી ,એ કોઈ પારિવારિક સંબંધીના સહારે મોટા થયા પછી એ સંબંધી થાક્યા એટલે આ કરૂણાસાગરને કાઢી મુક્યા... કરૂણા સાગર હસતા મોઢે એ પારિવારિક સંબંધોનું ભલું ઇચ્છતા નીકળી ગયા... કરૂણા સાગરનો આધાર હતો એનો બાળ સખા દેવનું પરિવાર.. દેવ ના પિતા મોહનલાલને  ખબર પડી એટલે એમણે દીકરા દેવને કહ્યું દેવને મિત્રના ઠેકાણા ખબર હતી એટલે સરળતાથી  શોધી કાઢ્યા અને  એમના મિત્રને અને ઘેર લઇ આવ્યા...

સમાચાર વાંચીને દામિની એના સમયે પહોંચી ગઈ *આધાર ટ્રસ્ટ* ની ઓફિસે... દેવકુમાર એના કામમાં વ્યસ્ત  હતા અને કોઈને ફોન પર સમજાવતા હતા કે હોસ્પિટલ જા અને ધ્યાન આપ  પેલા ડોક્ટરને કહે કે સાગરને ગમે તેમ કરી સાજો કરી દે.. દામિનીને જોઈ દેવકુમારે નમસ્તે કર્યા અને કહ્યું આવો બહેન ... દામિની વરિષ્ઠ પત્રકાર હતી અને નામ હતું એટલે એને બધા ઓળખે અને દેવકુમાર વિશેષ ઓળખે... દામિની નમસ્તે કરી બેઠી અને પૂછ્યું કે આ કરૂણાસાગર  સાવ એકલા જ છે? દેવ કહે એકલા જરાય નહિ... અમે બધા છીએ ને? દામિની કહે કે એ તો છે જ પણ માતા પિતા ભાઈ બહેન, પત્ની કોઈ નહિ? દેવ કહે માતા પિતા બાળપણથી નહોતા...સગા  ભાઈ બહેન છે જ નહિ અમે છીએ અને કોઈ  કારણસર લગ્ન એણે કર્યા નથી એટલે પત્ની નો પ્રશ્ન જ નથી... દામિની કહે કે એમણે જાતમહેનતે આ વ્યવસાય વિકસાવ્યો? દેવ કહે બધી મહેનત એમની જ સહયોગ મારા પિતાનો... તમને સમજાવું... સાગરના  માતા પિતા વૃદ્ધાશ્રમમાં સેવા આપતા હતા... પિતા બધું વહીવટી કામ જોતા અને એના માતા રસોઈ વગેરે એક ગૃહિણીના ઘરના કામ હોય એ જોતા... એ બન્ને સવારથી આવી જાય અને સાંજે  જાય... નોકરી જ કરતા... સાગરના દાદાની સંપત્તિ ઘણી હતી... એમાં એક તરફ સાગરના પિતા અને સામે એમના ભાઈના સાત સંતાનો... મિકલતનો અડધો ભાગ સાગરના પિતાના  ભાગે જાય એમ હતો... બસ.. વધારે હું નહિ કહું પણ સાગરના માતાપિતાનું આકસ્મિક મૃત્યુ થયું... એમાં એક સ્વાર્થી સગાએ સ્વાર્થ સધાય ત્યાં સુધી સાગરને રાખ્યો પછી કાઢી મુક્યો.... સાગરને મારા પરિવાર સાથે નાનપણથી ઘરોબો એ લગભગ મારે ત્યાં હો... લગભગ નાસ્તો ભોજન  બધું મારે ત્યાં હોય... અમને બે ને બહુ જ ફાવે... સાગર લાગણીશીલ બહુ જ... કોઈનું દુઃખ જોઈ ન શકે... પોતે ભૂખ્યો રહી બીજાને ખવડાવે... એનામાં આવડત ખૂબ... ભેજાબાજ કારીગર.. ટેકનિકલ મગજ... મારી ફેક્ટરીમાં નવું નવું શીખે... એમાંથી નવું કાંઈક બનાવે... એમ કરતા કરતા મારા પિતાએ એને એક શેડ લઇ આપ્યો અને એનો ધંધો સ્થાપ્યો.... એની પ્રોડક્ટ જુદી હતી એ મારા પિતા બનાવતા એ ના બનાવતો... જુદું જ કરતો અને એની પ્રોડક્ટ ચાલવા માંડી....નામ થઈ ગયું... મારા પિતાએ બહુ કહ્યું કે લગ્ન કરી લે અમારા સગાની છોકરી છે અને એ કહેતો કે ના કાકા મારે નથી કરવા લગ્ન.... મને કોઈ છોકરી ગમે નહિ.... મને   એક જ  ગમી હતી એને હું અનાથ હતો એ  સામે વાંધો હતો... બસ હવે કોઈ નહિ... દામિની કહે આ ખરૃં... એ છોકરી પણ કમાલ કહેવાય.. જાણ્યા કર્યા વગર અનાથ છે એટલે? અરે બીજો આધાર તો હશે ને? અથવા .. દામિનીએ આગળ પૂછ્યું  કે એ છોકરીના  લગ્ન પછી  થઇ ગયા? દેવ કહે ખબર નહિ.... દેવે સામે પૂછ્યું કે તમારા તો લગ્ન થયા હશે ને? દામિની કહે શું તમે પણ? એવું પુછાય ?

થોડી વાતચીત પછી દામિનીએ કહ્યું કે અત્યારે એ તમારા મિત્ર કરૂણા સાગર ક્યાં હશે? દેવ કહે હોસ્પિટલમાં છે... એને શરદી તાવ અને પછી ન્યુમોનિયાની અસર થઇ છે... તમે આવ્યા ત્યારે હું મારા ભાઈ સાથે જ વાત કરતો હતો કે હોસ્પિટલ જા... દામિની કહે કે હું એને હોસ્પિટલ મળવા જઈ  શકું? દેવ કહે શું કરશો જઈને  ? દામિની કહે બસ મળીશ.. એમના વિષે બહુ સાંભળ્યું છે... એ બહુ જ પ્રેમાળ ,શાંત, અત્યંત લાગણીશીલ છે... એને ત્યાં કામ કરનાર દરેકનું ધ્યાન રાખે.. તેમણે ફેક્ટરી વેચી ત્યારે શરત કરી હતી કે મારા એકેય કારીગરને છૂટો નહિ કરવાનો... પગાર સારો જ રાખવાનો... વગેરે વગેરે... પેલા એ બધું માન્યુ . આવા માણસને મળવું પડે... દેવ કહે  કે ચાલો આપણે સાથે જઈએ... મળીયે કદાચ તમારા જવાથી તબિયત ઝડપથી સારી થાય... દામિની કહે એવું શું કહો છો.. એમ કહી થોડી શરમાઈ ગઈ... દેવ અને દામિની હોસ્પિટલ પહોંચ્યા... સ્પેશિયલ રૂમનું બારણું ખોલ્યું... દેવ કહે જાવ અંદર... હું બહાર છું... દામિની અંદર ગઈ... સાગર ઊંઘમાં હતો.... દામિની એને જોઈને તરત બહાર આવી.... આંખો પહોળી હતી... એના ચહેરાના ભાવ સમજાય જ નહિ.... દેવ કહે કે  શું થયું? દામિની કહે કે આ તો... ઈશુ નથી? દેવ કહે *ઈશુ જ છે... ઈશ્વર.... કરૂણા સાગર એના  માં અને પિતાના નામ છે... કરૂણા એની માતા અને સાગર એમના પિતા.. એ ઈશ્વર એટલે કે ઈશુ એ એનું નામ બદલી માતા પિતાનું નામ રાખ્યું... કરૂણા સાગર.. અમે એને સાગર કહીએ... * આ વાત ચાલતી હતી એ અવાજ  અંદર સુધી જતો હશે... રૂમમાંથી નર્સ બહાર આવ્યા અને કહ્યું કે તમે દેવ કુમાર છો? એ કહે હા... નર્સ કહે કે સાહેબે કહ્યું કે બહાર દેવ હશે અંદર બોલાવો... દેવે દામિનીને ઈશારો કર્યો કે ચાલો અંદર.. દામિની કહે કે ના... દેવ કહે કે હું બધું સમજું છું.... ચાલો અંદર... મેં સમજીને જ કહ્યું હતું કે  *મળીયે કદાચ તમારા જવાથી તબિયત ઝડપથી સારી થાય.* હું  આપને ઓળખું છું આપ જ એની *સ્વપ્ન પ્રિયા* છો.. બંને અંદર ગયા.. સાગરને તો સપને પણ ખ્યાલ ન હોય... અચાનક એની સ્વપ્ન પ્રિયા ને જોઈ  આંખ ભરાઈ ગઈ... દામિનીની આંખમાં પણ આંસુ હતા.... દામિની સુતેલા સાગરને ત્યાં ઊભા જ વળગી પડી અને રડતા રડતા બોલી *સોરી.... * જલદી સાજા થઇ જાવ..."

હરેશ ભટ્ટ

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh