Advertisement
Author: નોબત સમાચાર

રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજીની શુભેચ્છા મુલાકાત લેતા જામનગર ચેમ્બરના હોદ્દેદારો

                                                                                                                                                                                                      

જામનગરની મુલાકાતે પધારેલા ગુજરાત રાજ્યના રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતથી જામનગર ચેમ્બરમાં એક કાર્યક્રમમાં પધારેલ હતાં. આ તકે જામનગર ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રીના પ્રમુખ રમણિકભાઈ પી. અકબરી, ઉપપ્રમુખ અજેશભાઈ વી. પટેલ, માનદ્મંત્રી કૃણાલભાઈ વી. શેઠ, માનદ્ ખજાનચી તુષારભાઈ વી. રામાણી, માનદ્ સંપાદક કેયુરભાઈ ખટ્ટર તથા સંસ્થાના તત્કાલિન પૂર્વ પ્રમુખ બિપેન્દ્રસિંહ સી. જાડેજાએ રાજ્યપાલશ્રીની શુભેચ્છા મુલાકાત કરી હતી. ચેમ્બરની પ્રણાલિકા અનુસાર ચેમ્બર પ્રમુખ રમણિકભાઈ પી. અકબરીએ રાજ્યપાલશ્રીનું શાલ ઓઢાડી સન્માન કર્યું હતું તેમજ ઉપસ્થિત હોદ્દેદારોએ રાજ્યપાલશ્રીને મોમેન્ટો અર્પણ કર્યો હતો. તેમજ ચેમ્બરના તત્કાલિન પૂર્વ પ્રમુખ બિપેન્દ્રસિંહ સી. જાડેજાએ રાજ્યપાલશ્રીને ચેમ્બરની સ્થાપના વિષે માહિતી આપી હતી. આ શુભેચ્છા મુલાકાત પ્રસંગે રાજ્યના શિક્ષણ મંત્રી શ્રીમતી રિવાબા જાડેજા તથા આયુર્વેદાચાર્ય ડો. હિતેષભાઈ જાની ઉપસ્થિત રહ્યા હતાં.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh