Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
જામનગર શહેર કોંગ્રેસ પ્રમુખ દ્વારા
જામનગર તા. ૧૮: જામનગર શહેરનું ઐતિહાસિક, સાંસ્કૃતિક અને પર્યટનની દૃષ્ટિએ મહત્ત્વ ધરાવતું રણમલ (લાખોટા) તળાવ હાલમાં એટલું ખાલી થઈ ગયું છે કે તેમાં આવેલી ઘડિયાળ પણ સ્પષ્ટ દેખાઈ રહી છે. આ સ્થિતિ શહેરની શોભા, પર્યાવરણ, જળચર જીવસૃષ્ટિ અને પ્રવાસન માટે ચિંતાજનક છે.
આ વર્ષે વરસાદ ખેંચાતા જામનગર જિલ્લામાં પાણીની ચિંતાજનક પરિસ્થિતિ સર્જાઈ રહી છે. સસોઈ ડેમ અને રણજીતસાગર ડેમમાં પાણીની આવક ઓછી હોવાથી જળસંગ્રહ સતત ઘટી રહ્યો છે. શહેરના તળાવોમાં પણ પાણીનું સ્તર સતત નીચે જઈ રહ્યું છે. ઉપરાંત શહેર અને આસપાસના અનેક વિસ્તારોમાં બોરવેલ પાણીનું પ્રમાણ ઘટી રહ્યું છે, જેના કારણે આગામી સમયમાં પીવાના પાણીની ગંભીર સમસ્યા ઊભી થવાની સંભાવના છે.
રાજય સરકાર સાથે તાત્કાલિક સંકલન કરીને સૌની યોજના હેઠળ ઉપલબ્ધ નર્મદાના પાણીનો યોગ્ય ઉપયોગ કરીને સસોઈ ડેમ, રણજીતસાગર ડેમ તેમજ રણમલ (લાખોટા) તળાવ સહિત જામનગર શહેરના અન્ય જરૂરી તળાવો અને જળાશયોમાં પૂરતા પ્રમાણમાં પાણી છોડવા અને ભરવા માટે તાત્કાલિક આયોજન કરવામાં આવે તેવી રજૂઆત રહેશ કોંગ્રેસ પ્રમુખ દિગુભા જાડેજાએ કરી છે.
વધુમાં, સંભવિત જળસંકટને ધ્યાનમાં રાખીને ડેમો અને તળાવોનું જળસ્તર જાળવી રાખવા, ભૂગર્ભ જળસ્તરમાં વધારો કરવા, બોરવેલ અને ટ્યુબવેલમાં પાણીની ઉપલબ્ધિ જળવાઈ રહે તેમજ શહેરને ભવિષ્યમાં પીવાના પાણીની અછતનો સામનો ન કરવો પડે તે માટે જરૂરી તમામ આગોતરા પગલાં લેવા પણ માંગણી કરવામાં આવી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial