Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
તા. ૧૬ ઓગસ્ટથી તા. ૧પ ઓક્ટોબર સુધી
ખંભાળિયા તા. ૧૬: દેવભૂમિ દ્વારકા જિલ્લામાં તમામ તાલુકામાં એગ્રીસ્ટેક-ડિજિટલ ક્રોપ સર્વે પ્રોજેક્ટ ખરીફ-ર૦ર૬ વિવિધ પાકોનો ડિજિટલ ક્રોપ સર્વે મોબાઈલ એપ્લિકેશન મારફતે સમગ્ર જિલ્લામાં કુલ ૧,પ૭,૪૦૯ સર્વે નંબરોમાં ખેડૂતોએ વાવેતર કરેલ પાકોનો સર્વે કરવા તા. ૧૬-૮-ર૦ર૬ થી ૧પ-૧૦-ર૦ર૬ સુધી આ પાકોનો સર્વે કરવાનો ચાલુ થનાર છે.
તે માટે જે તે ગામના વ્યક્તિ કે જે મોબાઈલ એપનો જાણકાર હોય અને ફિલ્ડમાં જઈ શકે તેવા વ્યક્તિને દરેક સર્વે નંબરનો સફળ સર્વે કરવા બદલ રૂપિયા ૧૦ મહેનતાણું આપવામાં આવશે. તો એગ્રીસ્ટેક-ડિજિટલ ક્રોપ સર્વેની કામગીરી કરવા માંગતા વ્યક્તિની સર્વેયર તરીકે કામગીરી કરવા જે તે ગામના તલાટી, ગ્રામસેવક, ખેતી મદદનીશ કે તાલુકા પંચાયતમાં વિસ્તરણ અધિકારીનો સંપર્ક કરી નોંધણી કરાી લેવી. એક ગામદીઠ બે થી ત્રણ સર્વેયરને વહેલા તે પહેલાના ધોરણે મોબાઈલ એપ દ્વારા કામગીરી સોંપવામાં આવશે તેમ નાયબ ખેતી નિયામક વિસ્તરણની કચેરી દેવભૂમિ દ્વારકાની યાદીમાં જણાવાયું છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial