Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
પોલીસે બાઈકની શોધ શરૂ કરીઃ
જામનગર તા. ૧૮: દ્વારકામાં એક મહિલાને અજાણ્યું બાઈક ઠોકર મારી નાસી ગયું હતું. ગંભીર ઈજા પામેલા વૃદ્ધાનું મૃત્યુ નિપજ્યું છે. દ્વારકાના આદિત્ય રોડ પર અગ્રવાલ ભવન પાસે રહેતા જયાબેન વ્રજલાલ ગોકાણી (ઉ.વ.૬૩) નામના વૃદ્ધા બુધવારે સાંજે પાંચેક વાગ્યે પોરબંદર ધોરીમાર્ગ પર શીશુ મંદિર પાસેથી ચાલીને જતા હતા.તે દરમિયાન એક અજાણ્યું મોટરસાયકલ ફૂલસ્પીડમાં ધસી આવ્યું હતું અને જયાબેનને ઠોકર મારી નાસી ગયું હતું. માથા સહિતના શરીરના અન્ય ભાગોમાં ગંભીર ઈજા પામેલા આ વૃદ્ધાને સારવારમાં ખસેડાયા પછી તેઓનું મૃત્યુ નિપજ્યું છે. હિટ એન્ડ રનના આ બનાવની મૃતકના સંબંધી અશ્વિનભાઈ ચુનીલાલ ગોકાણીએ પોલીસમાં જાણ કરી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial