Advertisement
Author: નોબત સમાચાર

કાલાવડ-રણુજા રોડ પર બે બાઈક ટકરાઈ પડ્યાઃ રાજકોટના દંપતી, બે સંતાનને ઈજા

અકસ્માત સર્જનાર બાઈકચાલક સામે ગુન્હોઃ

                                                                                                                                                                                                      

જામનગર તા. ૧૮: કાલાવડથી રણુજા વચ્ચેના માર્ગ પર બુધવારે બપોરે બે બાઈક ટકરાઈ પડતા રાજકોટમાં રહેતા દંપતી તથા તેમના બે સંતાનને ઈજા થઈ છે. અકસ્માત સર્જનાર બાઈકચાલક સામે પોલીસમાં ફરિયાદ કરાઈ છે.

રાજકોટના આજી ડેમ ચોકડી વિસ્તારમાં ભીમરાવનગર વિસ્તારમાં રહેતા પ્રકાશભાઈ પીઠાભાઈ રાઠોડ પોતાના પત્ની તથા બે બાળકો સાથે ગુરૂવારે બપોરે કાલાવડથી રણુજા વચ્ચેના ધોરીમાર્ગ પર જઈ રહ્યા હતા. તેઓના જીજે-૧૩-એજી ૮૮૧૩ નંબરના બાઈક સાથે સામેથી આવતા જીજે-૩-પીબી ૨૯૫ નંબરનું બાઈક ટકરાઈ પડ્યું હતું.

આ અકસ્માતમાં પ્રકાશભાઈ તથા તેમના પત્ની અને સંતાનો રોડ પર પછડાયા હતા. જેમાં ૧૧ વર્ષના પુત્ર રૂદ્રને સાથળમાં ગંભીર ઈજા થઈ હતી, હીનાબેન પ્રકાશભાઈને સામાન્ય ઈજા થઈ હતી તથા રીયાંશ (ઉ.વ.૪)ને સામાન્ય ઈજા થઈ હતી. પ્રકાશભાઈએ કાલાવડ શહેર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh