Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
ધો. ૮ થી કોલેજ સુધીના બાળકોના લાભાર્થે
જામનગર તા. ૧૮: જામનગરમાં છેલ્લા ૧૩ વર્ષથી સતત સમાજમાં શિક્ષણનું સ્તર અને ગુણવત્તા વધે તે હેતુથી રોટરી ક્લબ જામનગર દ્વારા શ્રી કમળાબેન ચેરીટેબલ ટ્રસ્ટ મુંબઈ અને સુમરિયા ઈન્ડસ્ટ્રીઝ રાજહંસ મેટલ્સ પ્રા.લિ તેમજ અન્ય દાતાશ્રીના સહયોગથી વર્ષ ૨૦૨૬-૨૭ માટે જામનગરના ૬૦% થી વધુ માર્ક્સ લેનાર વિધવા અને ડીવોર્સી બહેનોના જેમને પિતાની છત્રછાયા નથી તેવા ધોરણ ૮ થી કોલેજ સુધીના બાળકોને ઉચ્ચ અભ્યાસ અર્થે સ્કોલરશીપ આપવામાં આવશે.
સ્કોલરશીપ માટેના અરજી પત્રકો આધાર કાર્ડ, છેલ્લે આપેલ પરીક્ષાની માર્કશીટની ઝેરોક્ષ નકલ, વિધવા અને ડીવોર્સી બહેનોના આધાર પુરાવાની ઝેરોક્ષ નકલ અને બેન્ક ની પાસબૂક અથવા ચેકની નકલ સાથે અરજી ફોર્મ સ્વયંમ વિધાર્થીએ અથવા વિધાર્થિની માતાએ જરૂરી આધાર પુરાવાની ઝેરોક્ષ નકલ સાથે સાંજે ૪ થી ૬માં શ્રી સરોજમાં અને સશીભગત રોટરી ડીઝાસ્ટર મેનેજમેન્ટ સેન્ટર રોટરી હોલ ફાયર બ્રિગેડ પાસે મહાપાલિકા કમ્પાઉન્ડ લાલબંગલો જામનગરમાંથી તા. ૦૫-૦૮-૨૦૨૬ સુધી માં મેળવી તા ૧૫-૦૮-૨૦૨૬ સુધી માં પરત કરવાના રહેશે.
વિશેષ પૂર્ણ થયેલ વર્ષ માં ૬૦ ટકા થી વધુ ગુણ મેળવનાર વિધવા અને ડીવોર્સી બહેનોના બાળકો આગલા વર્ષમાં પ્રવેશ મળી ગયા બાદ જ અરજી કરવાની રહેશે.
વધુ માહિતી માટે મો ૮૧૬૦૦૬૧૩૦૩ નો સંપર્ક કરવો તેમ રોટરી ક્લબ જામનગર પ્રેસિડેન્ટ જયેશ જોશી સેક્રેટરી, વિક્રમ ગોજીયા પ્રોજેક્ટ ચેરમેન મિલન શાહે જણાવ્યું છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial