Advertisement
Author: નોબત સમાચાર

રાજયના ૯૫ તાલુકાઓમાં પોણા ચાર ઈંચ સુધીનો વરસાદ પડ્યો, છતાં ચિંતાજનક સ્થિતિ

સમગ્ર ગુજરાત ત્રણ દિ' વરસાદની આગાહી

                                                                                                                                                                                                      

અમદાવાદ તા. ૧૮: ગુજરાતમાં છેલ્લા ૨૪ કલાકમાં ૯૫ તાલુકામાં વરસાદ થયો છે. સાર્વત્રિક કપરાડામાં ૩ ઈંચથી વધુ વરસાદ ખાબકયો છે. જો કે, સરેરાશથી ઓછો વરસાદ પડતા સ્થિતિ ચિંતાજનક છે.

ગુજરાતમાં ચોમાસાની ધીમી ગતિને કારણે વરસાદની ૩૧% ઘટ વર્તાઈ રહી છે. છેલ્લા ૨૪ કલાકમાં રાજ્યના ૯૫ તાલુકામાં મેઘમહેર થઈ, જેમાં વલસાડના કપરાડામાં સૌથી વધુ ૩.૭૦ ઇંચ વરસાદ નોંધાયો. હવામાન વિભાગે આગામી ૭ દિવસ સામાન્યથી મધ્યમ વરસાદની આગાહી કરી છે, પરંતુ ખેડૂતો અને જળાશયો માટે ચિંતા યથાવત છે.

ગુજરાતમાં ચોમાસાની ગતિ ધીમી રહેતા વરસાદની ખેંચ વર્તાઈ રહી છે. છેલ્લા ૨૪ કલાક દરમિયાન રાજ્યના ૯૫ તાલુકાઓમાં મેઘમહર જોવા મળી હતી, પરંતુ એકંદર સ્થિતિ ચિંતાજનક છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, આગામી સાત દિવસ સુધી રાજ્યમાં સામાન્યથી મધ્યમ વરસાદી માહોલ યથાવત રહેવાની શક્યતા છે.

છેલ્લા ૨૪ કલાકમાં દક્ષિણ ગુજરાતમાં વરસાદનું જોર પ્રમાણમાં સારું રહૃાું હતું. જેમાં વલસાડના કપરાડામાં સૌથી વધુ ૩.૭૦ ઇંચ વરસાદ નોંધાયો હતો. જ્યારે ખેરગામમાં ૨.૧૭ ઇંચ, કામરેજમાં ૨.૧૩ ઇંચ, પેટલાદમાં ૨.૦૫ ઇંચ, સોજીત્રામાં ૧.૯૭ ઇંચ, ઘોઘંબામાં ૧.૭૭ ઇંચ, નાનાપોંઢામાં ૧.૪૬ ઇંચ, ભાવનગરમાં ૧.૪૨ ઇંચ, પલસાણામાં ૧.૪૨ ઇંચ, વાલિયામાં ૧.૧૮ ઇંચ, ધરમપુરમાં ૧.૦૬ ઇંચ, બારડોલીમાં ૦.૯૮ ઇંચ, સિનોરમાં ૦.૮૭ ઇંચ, બરવાળામાં ૦.૮૩ ઇંચ, પારડીમાં ૦.૭૯ ઇંચ વરસાદ વરસ્યો હતો.

ચાલુ સીઝનમાં અત્યાર સુધીમાં ગુજરાતમાં સરેરાશ કરતાં ઘણો ઓછો વરસાદ પડ્યો છે. અત્યાર સુધી રાજ્યમાં માત્ર ૪.૬૦ ઇંચ વરસાદ નોંધાયો છે. જ્યારે આ સમયગાળા દરમિયાન દર વર્ષે સરેરાશ ૯.૬૪ ઇંચ વરસાદ થવો જોઈએ. એટલે કે ગુજરાતમાં સામાન્ય કરતાં ૩૧ ટકા ઓછો વરસાદ નોંધાયો છે. વરસાદની આ ખોટને કારણે ખેડૂતો ઉપરાંત જળાશયો અને ડેમોની સ્થિતિ પર પણ અસર જોવા મળી રહી છે.

હવામાન વિભાગ દ્વારા આજે (૧૮મી જુલાઈ)થી આગામી ત્રણ દિવસ સુધી અમદાવાદ, ગાંધીનગર સહિત સમગ્ર ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર-કચ્છ અને દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લાઓમાં છૂટાછવાયા સ્થળોએ હળવોથી મધ્યમ વરસાદ અથવા ગાજવીજ સાથે ઝાપટાં પડવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. જ્યારે ૨૧મીથી ૨૩મી જુલાઈ દરમિયાન દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં વરસાદનું જોર થોડું વધી શકે છે અને ત્યાં વધુ વિસ્તારોમાં વરસાદ પડી શકે છે. જો કે, ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્ર-કચ્છમાં વરસાદની સ્થિતિ સામાન્ય જ રહેશે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh