Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
રૂ।.૭૬,૮૦૧ના મુદ્દામાલ સાથે બે પકડાયાઃ
જામનગર તા. ૧૮: ભાણવડમાં એક શખ્સના મકાનમાંથી પોલીસે ઈંગ્લીશ દારૂના ૯૧ ચપલા પકડી પાડ્યા છે. બે સાગરિતના નામ ખૂલ્યા છે. જ્યારે ખંભાળિયામાં એક મકાન માંથી ૯૮ નાની મોટી બોટલ પકડાઈ છે. આરોપીએ અન્ય બેના નામ ઓકી નાખ્યા છે.
ભાણવડના તકીયાપાડામાં આવેલા રીઝવાન ઈસુબભાઈ બ્લોચ નામના શખ્સના મકાનમાં ગુરૂવારે દેવભૂમિ દ્વારકા એસઓજીના સ્ટાફે પાડેલા દરોડામાં તે મકાનમાંથી ઈંગ્લીશ દારૂના ૯૧ ચપલા મળી આવ્યા હતા.
આ શખ્સની ધરપકડ કરી પોલીસે પૂછપરછ કરતા તેણે પોરબંદરના હનુમાનગઢવાળા ચના રબારીએ વેચાણ માટે દારૂ આપ્યો હોવાની કબૂલાત આપવા ઉપરાંત તેની ડિલિવરી આપી જનાર શખ્સ અંગે વિગતો ઓકી નાખી છે. ત્રણેય સામે ગુન્હો નોંધાયો છે.
ખંભાળિયા શહેરમાં યોગેશ્વરનગરમાં આવેલા વિશાલ નીતિનભાઈ ઉર્ફે કુમાર નામના શખ્સના મકાનમાં પોલીસે દરોડો પાડતા ઈંગ્લીશ દારૂની નાની મોટી ૯૮ બોટલ મળી આવી હતી. પોલીસે રૂ।.૪૧,૯૪૪નો મુદ્દામાલ કબજે કરી વીશાલની ધરપકડ કરી છે. આ શખ્સે પોતાના સાગરીત પારસગર રમેશગર ગોસ્વામી તથા વિજયગીરી જગદીશગીરી ગોસાઈના નામ આપ્યા છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial