Advertisement
Author: નોબત સમાચાર

બરડા વન્યજીવ અભયારણ્યમાં પ્લાસ્ટિકનો ઉપયોગ ટાળવા અપીલ

પર્યાવરણ અને વન્યજીવોના સંરક્ષણ માટે

                                                                                                                                                                                                      

ચોમાસાની ઋતુ દરમિયાન બરડા વન્યજીવ અભયારણ્ય અંતર્ગત આવેલા કિલેશ્વર મહાદેવ મંદિર મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ દર્શનાર્થે આવતા હોય છે. અભયારણ્યના જંગલો અને વન્યજીવોના સંરક્ષણને ધ્યાનમાં રાખીને પોરબંદર વન વિભાગ તમામ યાત્રાળુઓને પ્લાસ્ટિકનો ઉપયોગ ટાળવા ખાસ અનુરોધ કરે છે. તેમજ યાત્રાળુઓએ પ્લાસ્ટિકની થેલીઓ, પાણીની બોટલો તેમજ પ્લાસ્ટિક પેકિંગમાં નાસ્તો કે અન્ય ખાદ્ય સામગ્રીઓ લાવવાને બદલે કાપડની થેલી, સ્ટીલની બોટલ અથવા અન્ય પુનઃ ઉપયોગ કરી શકાય તેવી પર્યાવરણને અનુકૂળ સામગ્રીઓ જ ઉપયોગ કરવાનો રહેશે.

વન વિભાગ દ્વારા કપૂરડી ચેક પોસ્ટમાં પ્લાસ્ટિક અંગે ઝીરો ટોલરન્સની નીતિથી નિયમિત અને સઘન ચેકીંગ કરવામાં આવે છે. જેમાં ચેકીંગ દરમ્યાન પ્લાસ્ટિકની તમામ વસ્તુઓ ચેકપોસ્ટ ખાતે જ રાખવાની ફરજ પડવામાં આવે છે, જેના પરિણામે યાત્રાળુઓના સમયનો વ્યય થાય છે. જેથી યાત્રાળુઓ યાત્રા પૂર્વે જ પ્લાસ્ટિકમુક્ત આયોજન કરવા અનુરોધ કરવામાં આવે છે.

વન વિભાગ દ્વારા બરડા વન્યજીવ અભયારણ્યને પ્લાસ્ટિકમુક્ત બનાવી તેના કુદરતી સમૃદ્ધિ તથા વન્યજીવોના સંરક્ષણને પ્રોત્સાહન આપવા માટેની વન વિભાગની *નો પ્લાસ્ટિક ઇન બરડા* પહેલને સફળ બનાવવા સર્વે યાત્રાળુઓને અનુરોધ કરવામાં આવે છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh