Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
મુંગણીમાં હુમલાની કરાઈ વળતી ફરિયાદઃ
જામનગર તા. ૧૮: જામનગરના અલીયા ગામના ફાટક પાસે ગઈકાલે સાંજે નગરના રહેવાસી અને અલીયાના ઉપસરપંચ એવા યુવાન પર મોટર રોકાવી એક શખ્સે બેઝબોલના ધોકાથી હુમલો કરી પગ તથા હાથની આંગળીમાં ફ્રેક્ચર કરી નાખ્યું હતું. જ્યારે મુંગણી ગામમાં હુમલા અંગે વળતી ફરિયાદ કરવામાં આવી હતી.
જામનગરના રણજીત સાગર રોડ પર ગ્રીનસિટીમાં રહેતા અને રેસ્ટોરન્ટનો વ્યવસાય કરતા પાર્થ પ્રકાશભાઈ હરીયાણી નામના યુવાન ગઈકાલે સાંજે અલીયા ગામના ફાટક પાસેથી પોતાની મોટર લઈને જતા હતા ત્યારે ઈમરાન જુણેજા નામના શખ્સે તેઓને રોકાવી લીધા હતા.
મોટરસાયકલમાંથી ઉતરેલા ઈમરાને વીજ કંપનીમાં લાઈટ અંગેની અરજી કેમ કરે છે તેમ કહી ગાળો ભાંડ્યા પછી બેઝબોલના ધોકાથી હુમલો કરી પાર્થ હરીયાણીને માર માર્યાે હતો અને ફ્રેક્ચર કરી નાખ્યું હતું. ઉપસરપંચ તરીકે સેવા આપતા પાર્થ હરીયાણીએ પંચકોશી એ ડિવિઝનમાં તેની ફરિયાદ નોંધાઈ છે.
જામનગર તાલુકાના મુંગણી ગામમાં રહેતા વર્ષાબા મહિપતસિંહ કંચવા નામના મહિલાએ પોતાના જ કુટુંબના કિરીટસિંહ રણજીતસિંહ કંચવા સામે ફરિયાદ નોંધાવી છે. મહિપતસિંહની ગાગવાધારમાં દુકાન આવેલી છે. તે દુકાન ભાડે આપવાની હતી પરંતુ કિરીટસિંહ તેમ થવા દેતા ન હતા. તે બાબતનો ખાર રાખી ગયા મંગળવારે રાત્રે મહિપતસિંહને ગાળો ભાંડી પાઈપથી કિરીટસિંહે હુમલો કર્યાે હતો. વચ્ચે પડનાર જયવીરસિંહને ઈજા કરાઈ હતી. ઉલ્લેખનીય છે કે, હુમલાની એક પક્ષની ફરિયાદ પછી વળતી ફરિયાદ થવા પામી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial