Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
છેલ્લા પખવાડિયામાં કામગીરી તેજ બનાવાઈઃ
જામનગર તા. ૧૮: જામનગરમાં પખવાડિયામાં પોલીસે સીસીટીવી કેમેરાથી નજર રાખી ૧૭રર ઈ-ચલણ ઈસ્યુ કર્યા છે. માર્ગ અકસ્માત અટકાવવા માટે પોલીસ દ્વારા આ કાર્યવાહી કરવામાં આવી રહી છે.
જામનગર શહેરમાં નેત્રમ્ પ્રોજેક્ટ હેઠળ ગોઠવવામાં આવેલા પોલીસના સીસીટીવી કેમેરાનું નિયંત્રણ કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર દ્વારા કરવામાં આવી રહ્યું છે. જેમાં તા.૧ જુલાઈથી ૧પ જુલાઈ મોટરવાહન અધિનિયમની જુદી જુદી જોગવાઈ હેઠળ ૧૭રર ઈ-ચલણ ઈસ્યુ કરાયા છે.
વિશ્વાસ પ્રોજેક્ટ અંતર્ગત શહેરમાં મુકાયેલા કેમેરાની મદદથી વાહન ચલાવતી વખતે મોબાઈલનો ઉપયોગ કરતા ૭૨૫ વાહનચાલકો, રોંગસાઈડમાં જતા ૧૯૬ વાહનચાલકો, ત્રિપલસવારીના ૬૩૨ કિસ્સા, ફેન્સી નંબર પ્લેટના ૧૩૯ કિસ્સા, સીટબેલ્ટ ન પહેરનાર ૧૧ વાહનચાલક તથા અન્ય ૯ ગુન્હાઓનો તેમાં સમાવેશ થઈ રહ્યો છે.
સ્પીડ પોસ્ટ મારફત વાહનમાલિકોને આરટીઓમાં નોંધાયેલા એડ્રેસ પર ઈ-ચલણ મોકલવામાં આવી રહ્યા છે. તેની ૯૦ દિવસમાં ભરપાઈ કરવામાં ન આવે તો કોર્ટ મારફત ભરપાઈ કરવાની રહેશે. આ કામગીરીનો હેતુ માત્ર દંડ વસૂલવાનો નથી પરંતુ માર્ગ અકસ્માતો અટકાવવા માટે પોલીસ દ્વારા કાર્યવાહી કરાઈ રહી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial