Advertisement
Author: નોબત સમાચાર

જામનગરના સાગરકાંઠે મરીન ટાસ્કફોર્સની ચેકીંગ કાર્યવાહી

રસુલનગર, સિક્કા, જીએસએફસી જેટી, સોલ્ટ ગેઈટ ચેનલનો સમાવેશઃ

                                                                                                                                                                                                      

મીડલ ઈસ્ટના દેશોમાં સર્જાયેલી યુદ્ધની પરિસ્થિતિ વચ્ચે ભારતના સાગરકાંઠાની સુરક્ષા વધુ મજબૂત બનાવવાના હેતુથી જામનગરના સાગરકાંઠાઓમાં પણ ભારતના ફાસ્ટફોર્સ દ્વારા ફૂટ પેટ્રોલિંગ અને ચેકીંગ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. રાષ્ટ્રીય સલામતી અને જાહેર વ્યવસ્થાને ધ્યાને રાખી તેમજ રાષ્ટ્રીય વિરોધી, ગેરકાયદે, અસામાજિક આતંકવાદી પ્રવૃત્તિઓને રોકવાના હેતુથી દરિયાઈ સુરક્ષા વધુ મજબૂત બનાવવા જામનગર જિલ્લાના રસુલનગર, સિક્કા, જીએસએફસી જેટી, સોલ્ટ ગેઈટ ચેનલ સહિતના દરિયાઈ વિસ્તારોમાં ચેકીંગ કામગીરી હાથ ધરવામાં આવી હતી. જેમાં મરીન કમાન્ડો દ્વારા અલગ અલગ ટીમો બનાવીને બોટો, શંકાસ્પદ વ્યક્તિઓ, ફીશ લેન્ડીંગ પોઈન્ટ, ફીશીંગ સેન્ટર, વાઈટલ એરિયા અને અવાવરૂ જગ્યાઓમાં ઝીણવટભર્યું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh