Advertisement
Author: નોબત સમાચાર

ખંભાળિયામાં ઈસ્કોન કેન્દ્ર દ્વારા ભગવાન જગન્નાથજીની રથયાત્રા

રાજ્યસભાના સાંસદ જીતેન્દ્રભાઈ કણઝારિયાના હસ્તે શોભાયાત્રાનું પ્રસ્થાનઃ

                                                                                                                                                                                                      

ખંભાળિયામાં ઈસ્કોન કેન્દ્ર દ્વારા તેમના મુખ્ય પ્રભુજીઓની ઉપસ્થિતિમાં ભગવાન જગન્નાથજીની રથયાત્રા યોજવામાં આવી હતી. વિશાળ સંખ્યામાં ભક્તો અને આગેવાનો દ્વારા રથયાત્રામાં કૃષ્ણ, બલદેવ અને સુભદ્રાજીની સુંદર પ્રતિમાઓ સાથે રથને દોરડાથી ખેંચવા તથા રથના રસ્તાને સાવરણીઓથી સાફ કરવાની પરંપરાથી મોટી સંખ્યામાં લોકો જોડાયા હતાં. આ શોભાયાત્રાનું પ્રસ્થાન રાજ્યસભાના સાંસદ જીતેન્દ્ર મેઘજીભાઈ કણઝારિયાના હસ્તે થયું હતું. તેમણે રથ ખેંચીને તથા સાવરણીથી રથયાત્રાનો રસ્તો સાફ કર્યો હતો. સમગ્ર શહેરના મુખ્ય રસ્તાઓ નગરગેઈટ, જોધપુર ગેઈટ, શારદા સિનેમા રોડ, નવાપરા સહિતના વિસ્તારોમાં રથયાત્રાના આગમન સમયે જય જગન્નાથ તથા હરે કૃષ્ણના નાદ્થી ગૂંજી ઊઠ્યા હતાં. ઠેર ઠેર ભાવિકોએ રથયાત્રાનું સ્વાગત કર્યું હતું. ત્યારપછી નવી લોહાણા મહાજન વાડીમાં રથયાત્રા પૂર્ણ થઈ હતી, તે પછી સર્વે કૃષ્ણભક્તો માટે મહાપ્રસાદની વ્યવસ્થા રાખવામાં આવી હતી.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh