Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
પાડોશમાં રહેતા બે મહિલા સહિત સાત વ્યક્તિના ટોળાએ કર્યાે હુમલોઃ એક શખ્સે છરી હુલાવી દીધીઃ
જામનગર તા. ૧૮: જામનગરના ગોકુલનગરમાં ગઈરાત્રે કેટલાક લોકો ગાળો બોલતા હતા. આ વેળાએ એક મહિલાને પાડોશી ગાળો બોલતા હોવાની શંકા પડ્યા પછી તે મહિલા પાડોશીના ઘેર તપાસ કરવા આવ્યા ત્યાં ધસી આવેલા અન્ય એક મહિલા સહિતના છ વ્યક્તિએ હુમલો કરી દીધો હતો. જેમાં એક યુવાનનું છરીના ઘા ઝીંકાવાથી મૃત્યુ નિપજ્યું છે. હત્યાના આ બનાવ અંગે પોલીસે બે મહિલા સહિત સાત સામે ગુન્હો નોંધ્યો છે.
જામનગરના ગોકુલનગર વિસ્તારની શેરી નં.૧૧માં રહેતા રણજીતસિંહ જશાજી જેઠવા ઉર્ફે બાબુ નામના યુવાન તથા તેમના ભાઈ પ્રદીપસિંહ, મયુરસિંહ વગેરે લોકો ગઈકાલે રાત્રે પોતાના ઘરે હતા ત્યારે લતામાં કેટલાક લોકો ગાળો બોલતા હતા.
આ વેળાએ બાજુમાં રહેતા સોનુબા ગુમાનસિંહ જાડેજાને રણજીતસિંહ અને તેમના ભાઈઓ ગાળો બોલતા હોવાની શંકા પડતા સોનુબા તેમના ઘેર આવ્યા હતા અને વાતચીત કરતા હતા. તે દરમિયાન ગુમાનસિંહ જાડેજા, પ્રદીપસિંહ ગુમાનસિંહ, ગુમાનસિંહના ફઈના દીકરા જયલો રાઠોડ, દીવ્યરાજસિંહ વાઘેલા, જયોત્સનાબા તથા જયોત્સનાબાના પતિ સહિતના છ વ્યક્તિ ધસી આવ્યા હતા.
ઉપરોક્ત સાતેય વ્યક્તિના ટોળાએ હુમલો કર્યાે હતો. જેમાં પ્રદીપસિંહ જેઠવા પર પ્રદીપસિંહ ગુમાનસિંહ જાડેજાએ છરીથી હુમલો કરી આડેધડ ઘા ઝીંકી દેતા લોહીના ખાબોચીયામાં ઢળી પડેલા પ્રદીપસિંહ જેઠવાનું મૃત્યુ નિપજ્યું છે. તેમના ભાઈ મયુરસિંહને પણ ઢીકાપાટુથી માર મારી ઈજા કરાઈ છે.
ઈજાગ્રસ્ત પ્રદીપસિંહને હોસ્પિટલ લઈ જવાયા હતા જ્યાં ફરજ પરના તબીબે તેઓને મૃત્યુ પામેલા જાહેર કરતા પોલીસ દોડી આવી હતી. મોડીરાત્રે રણજીતસિંહે સોનુબા સહિત બે મહિલા અને પાંચ શખ્સ સામે ફરિયાદ નોંધાવી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial