Advertisement
Author: નોબત સમાચાર

જામ્યુકોની ગોકુલનગર ઝોનલ ઓફિસરનો વીડિયો વાયરલ થતા લેખિત ખુલાસો મંગાયો

ટેબલ પર પગ ચઢાવીને કર્મચારી સાથે વાતો કરતા હતા!

                                                                                                                                                                                                      

જામનગર તા. ૧૮: જામનગર મહાનગરપાલિકાના અધિકારીનો અયોગ્ય વર્તન અંગે વિડયો વાયરલ થતા લેખિત ખુલાસો પૂછાયો છે.

જામનગર મહાનગર પાલિકામાં ફરજ બજાવતા એક અધિકારી ટેબલ ઉપર પગ ચડાવીને કર્મચારી સાથે અયોગ્ય ભાષામાં વાતચીત કરતા તેનો વિડીયો વાયરલ થયો હતો. જેના અનુસંધાને આ અધિકારીનો લેખિતમાં ખુલાસો પૂછવામાં આવ્યો છે.

જામનગર મહાનગર પાલિકાની વોટર વર્કસ શાખાના ગોકુલનગર ઝોનલ ઓફિસમાં ફરજ બજાવતા એક અધિકારી ટેબલ ઉપર પગ ચડાવીને શાખાના  જ એક  કર્મચારી સાથે રજા બાબતે ચર્ચા કરતા હતા. જે અંગેનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. આથી વોટર શાખાના કાર્યપાલક ઇજનેર નરેશ પટેલ દ્વારા આ અધિકારીને લેખિત નોટીસ આપીને તેને ખુલાસો આપવા જણાવ્યું છે. આમ મહાનગરપાલિકાના અધિકારીનો વિડીયો વાયરલ થતા ચર્ચાના ચાકડે ચડ્યો છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh