Advertisement
Author: નોબત સમાચાર

હાલારમાં મેઘાવી માહોલ વચ્ચે માત્ર ઝાપટાંથી અડધો ઈંચ વરસાદ

                                                                                                                                                                                                      

જામનગર તા. ૧૮: હાલાર પંથકમાં મેઘાવી માહોલ વચ્ચે માત્ર હળવા ઝાપટા વરસ્યા છે. ગઈકાલે દ્વારકામાં અડધો ઈંચ વરસાદ તથા જામવણંથલીમાં પણ અડધો ઈંચ વરસાદ વરસ્યો હતો. ગઈકાલે હાલાર પંથકમાં વરસાદી માહોલ જોવા મળ્યો હતો, જો કે કોઈ નોંધનીય વરસાદ તાલુકા મથકે નોંધાયો નથી.

ગઈકાલે જામનગર જિલ્લાના જામનગરમાં શહેરમાં ત્રણ અને ધ્રોળમાં ર મી.મી. તથા આજે સવારે જોડિયામાં પાંચ મી.મી. વરસાદ થયો છે.

જ્યારે ગ્રામ્ય વિસ્તારમાં ગઈકાલે જામવણંથલીમાં ૧પ મી.મી., મોટી ભલસાણમાં ૧ર મી.મી., લૈયારા અને હરિપરમાં ૭ મી.મી. વરસાદ નોંધાયો છે. તો દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ગઈકાલે હળવા ઝાપટાંથી અડધો ઈંચ વરસાદ થયો હતો.

ગઈકાલે દ્વારકામાં અડધો ઈંચ વરસાદના વાવડ છે, તો ખંભાળિયા-જામનગર માર્ગે આરાધના ધામ, એસ્સાર કંપની વિસ્તારમાં, ગામડાઓમાં ઝાપટાંથી અડધો ઈંચ વરસાદ વરસ્યો છે. જ્યારે અન્ય કોઈ તાલુકામાં વરસાદના વાવડ નથી.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh