Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
રૂ।.૧,૫૨,૮૦૦નો મુદ્દામાલ કબજે કરાયોઃ
જામનગર તા. ૧૮: ભાણવડના તકીયાપાડામાં આવેલા એક મકાનમાં દેવભૂમિ દ્વારકા એસઓજીએ પૂર્વ બાતમીના આધારે દરોડો પાડી તલાશી લેતા ત્યાંથી ૩.૦૫૬ ગ્રામ ગાંજો મળી આવ્યો હતો. ગાંજા સાથે એક શખ્સની ધરપકડ કરાઈ છે અને તેના સાગરિતની શોધ કરાઈ રહી છે.
ભાણવડ શહેરના તકીયાપાડામાં આવેલા હુસેની ચોકમાં એક શખ્સના મકાનમાં ગાંજો પડ્યો હોવાની બાતમી પરથી દેવભૂમિ દ્વારકા એસઓજીના સ્ટાફે રીઝવાન ઈસુબભાઈ બ્લોચ નામના શખ્સના મકાનમાં દરોડો પાડ્યો હતો.
આ મકાનની તલાશી લેવાતા ત્યાંથી ૩.૦૫૬ ગ્રામ ગાંજો મળી આવ્યો હતો. પોલીસે રૂ।.૧,૫૨,૮૦૦ની કિંમતનો ગાંજો, એક મોબાઈલ કબજે કરી રીઝવાન બ્લોચની ધરપકડ કરી છે. આ શખ્સે પોતાના સાગરિત વીસનગરના તાજમહંમદ જાનમહંમદ ફકીરનંુ નામ આપ્યું છે. ભાણવડ પોલીસ સ્ટેશનમાં બંને સામે એનડીપીએસ એક્ટ હેઠળ ગુન્હો નોંધાયો છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial