Advertisement
Author: નોબત સમાચાર

જામનગરમાં શંકાસ્પદ ચાંદીપુરાના બે બાળદર્દીઓ જી.જી. હોસ્પિટલમાં દાખલઃ સેમ્પલ લેબમાં મોકલાયા

રવિપાર્ક ટાઉનશીપનું એક વર્ષનું અને ગણપતનગરનું ૧૧ માસનું બાળક સારવાર હેઠળ

                                                                                                                                                                                                      

જામનગર તા. ૧૮: જામનગરની જી.જી. હોસ્પિટલમાં બે બાળકોને સારવાર માટે દાખલ કરવામાં આવ્યા છે. તેમને ચાંદીપરા રોગ જેવા લક્ષણો જોવા મળતા તેના જરૂરી નમૂના લઈને પૃથ્થકરણ માટે લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા છે. બીજી તરફ આરોગ્ય તંત્રની દોડધામ મચી જવા પામી છે અને આનુસંગિક કામગીરી પણ શરૂ કરવામાં આવી છે.

ચાંદીપુરા વાયરસ બે દેશના અમુક વિસ્તારમાં દેખા દીધા પછી ગુજરાતમાં પણ બે કેસ જોવા મળ્યા હતાં. દરમિયાન જામનગરની જી.જી. હોસ્પિટલના બાળરોગ વિભાગમાં તાવની બીમારીની સારવાર માટે બે માસુમ બાળકોને દાખલ કરવામાં આવ્યા છે.

ઢીંચડા રોડ પરના રવિપાર્ક ટાઉનશીપ વિસ્તારમાં રહેતા માત્ર એક વર્ષના બાળકને તાવની બીમારીની સારવાર માટે જી.જી. હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. ઉપરાંત ગણપતનગર વિસ્તારના માત્ર ૧૧ માસના બાળકને પણ તાવની બીમારીને કારણે સારવાર માટે જી.જી. હોસ્પિટલમાં બાળરોગ વિભાગમાં દાખલ કરાયું છે, જ્યાં બન્નેની સઘન સારવાર ચાલી રહી છે.

આ બન્નેને તાવ મગજમાં ચઢી ગયો છે, અને ડેન્ગ્યુ તથા મેલેરિયાની તપાસ પણ પૂર્ણ કરી લેવાઈ, પરંતુ તેનો રિપોર્ટ નેગેટીવ મળ્યા પછી હવે ચાંદીપુરાની આશંકા વ્યક્ત કરી તેના જરૂરી સેમ્પલો લેવામાં આવ્યા છે, અને ગાંધીનગરની લેબમાં મોકલાયા છે, જ્યાંથી બે દિવસમાં રિપોર્ટ મળનાર હોવાનું જાણવા મળે છે.

બીજી તરફ જી.જી. હોસ્પિટલના તબીબો બન્ને બાળ દર્દીઓની સઘન સારવાર કરી રહ્યા છે, તો મહાનગર પાલિકાના આરોગ્ય વિભાગ દ્વારા પણ આનુસંગિક કામગીરી કરવામાં આવી હતી. ખાસ કરીને માલઢોર રાખનાર અને કાચી દીવાલવાળા મકાનમાં રહેતા લોકોને આ રોગની શક્યતા વધુ રહે છે. હાલ તો જામનગરના બે દર્દીઓને ચાંદીપુરાના શંકાસ્પદ દર્દી ગણાવાયા છે, તો તંત્ર પણ સાબદુ બન્યું છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh