Advertisement
Author: નોબત સમાચાર

દ્વારકા જિલ્લાની લોક અદાલતોમાં એક જ દિ'માં ૪૮૯૫ કેસોનું સુખદ સમાધાનઃ ૫.૨૧ કરોડ ચૂકવાયા

અદાલતો પરનું ભારણ ઘટ્યું: પક્ષકારોની પરેશાની મટીઃ

                                                                                                                                                                                                      

ખંભાળીયા તા. ૧૮: દ્વારકા જિલ્લાની લોક અદાલતોમાં એક જ દિવસમાં ૪૮૯૫ કેસોનો સુખદ ઉકેલ થતાં કેસોમાં ૨૮.૫૪ ટકાનો ઘટાડો થયો છે.

તાજેતરમાં દેવભૂમિ દ્વારકા જિલ્લામાં આ વર્ષની દ્વિતીય લોક અદાલત યોજાઈ હતી. જેને સફળતા મળી હતી. સુપ્રિમકોર્ટ તથા ગુજરાત રાજયની કાનૂની સેવાસત્તા મંડળ તથા હાઈકોર્ટ ચીફ જસ્ટીસ શ્રીમતી સુનીતા અગ્રવાલના માર્ગદર્શનમાં દ્વારકા જિલ્લા એડમિનિસ્ટ્રેશન જસ્ટીસ એલ. એસ. પીરઝાદાના માર્ગદર્શનમાં તથા દ્વારકા જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળના ઈન્ચાર્જ ચેરમેન એસ.જી. મનસુરીના માર્ગદર્શનમાં દ્વારકા જિલ્લાની તમામ અદાલતોમાં દ્વિતીય રાષ્ટ્રીય લોક અદાલત યોજાઈ હતી.

સમાધાન લાયક સિવિલ તથા ફોજદારી કેસો કુલ ૨૭૫૦ મુકાયા હતા જેમાં ૨૭૩૧માં ઉકેલ આવ્યો હતો તથા ૪.૨૭ કરોડની રકમના હુકમો થયા હતા. વીજ કંપની, બેંકો, વૈવાહિક તકરારોના ૩૪૫૨ કેસો મુકાયા હતા જેમાં ૨૧૬૧માં સમાધાન થતાં ૯૪.૮૧ લાખના હુકમો થયા હતા.

કુલ ૪૮૯૫ કેસોમાં સુખદ સમાધાન થતાં એક જ દિવસમાં પડતર કેસોમાં ૨૮.૫૪ ટકાનો ઘટાડો થયો હતો તથા ૫.૨૧ કરોડની રકમના હુકમો થયા હતા.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh