Advertisement
Author: નોબત સમાચાર

વતનથી દૂર કામ કરવાનું ન ગમતા સરમતમાં પરપ્રાંતીયનો ગળાફાંસો

સાથે રહેતા તેના ભાઈએ પોલીસને જાણ કરીઃ

                                                                                                                                                                                                      

જામનગર તા. ૧૮: જામનગરના સરમત પાટીયા પાસે વસવાટ કરતા મૂળ બિહારના એક યુવાને પોતાના વતનથી દૂર કામ કરવાનું ગમતું ન હોવાથી ગઈકાલે પોતાના રહેણાંકમાં ગળાફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી છે. પોલીસે મૃતકના ભાઈનું નિવેદન નોંધ્યું છે.

જામનગર-ખંભાળિયા ધોરીમાર્ગ પર આવેલા સરમત ગામમાં આર્ય ભગવતી સોસાયટીના રૂમ ન.ર૪માં વસવાટ કરતા મૂળ બિહાર રાજ્યના બાંકા જિલ્લાના બેલા ગામના વતની હિતેશકુમાર ભગવાનસિંગ નામના યુવાનનું મન અહી લાગતું ન હતું.

પોતાના વતનથી દૂર જઈ જામનગરમાં કામ કરવામાં મન પોરવાતંુ ન હોવાના કારણે કંટાળી જઈ હિતેશકુમારે ગઈકાલે સવારે ૯ વાગ્યાથી સાંજના ૭ વાગ્યા દરમિયાન પોતાના રહેણાંકમાં ગળાફાંસો ખાઈ લીધો છે જેની સાંજે તેની સાથે જ કામ કરતા નાનાભાઈ અમન ભગવાનસિંગને જાણ થઈ હતી. અમને પોલીસને વાકેફ કરતા દોડી આવેલી સિક્કા પોલીસે મૃતદેહનો કબજો સંભાળી તેનું નિવેદન નોંધ્યું છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh