Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
રૂ।.૧૨,૬૦૦ના ચપલા કબજે કરાયાઃ
જામનગર તા. ૧૮: જામનગરના જૂના રેલવે સ્ટેશન નજીકના વેલનગરમાં એક શખ્સના મકાનમાંથી ઈંગ્લીશ દારૂના ૪ર ચપલા મળી આવ્યા છે. મચ્છરનગરમાંથી બોટલ સાથે એક શખ્સ પકડાયો છે.
જામનગરના જૂના રેલવે સ્ટેશન પાસે આવેલા વેલનગરમાં એક શખ્સના મકાનમાં દારૂની બોટલ પડી હોવાની બાતમી પરથી સિટી બી ડિવિઝનના સર્વેલન્સ સ્ટાફે વેલનગરની શેરી નં.૧માં જીજ્ઞેશ નરશીભાઈ રાઠોડ નામના શખ્સના મકાનમાં દરોડો પાડ્યો હતો.
આ મકાનમાંથી ઈંગ્લીશ દારૂના ૪ર ચપલા મળી આવ્યા હતા. પોલીસે રૂ।.૧ર૬૦૦ની કિંમતના ચપલા કબજે કરી જીજ્ઞેશ રાઠોડની ધરપકડ કરી છે.
જામનગરના મચ્છરનગરમાં રહેતો જયપાલસિંહ છત્રપાલસિંહ રાઠોડ ગઈકાલે રાત્રે મચ્છરનગર પાસેથી પસાર થતો હતો ત્યારે પોલીસે તેને રોકાવી તલાશી લેતા તેની પાસેથી ઈંગ્લીશ દારૂની બોટલ મળી આવી હતી. રૂ।.૧૩૦૦ની બોટલ કબજે કરાઈ છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial