Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
શૈલી ઘરના વરંડામાં પ્રતીક્ષા કરતી બેઠી હતી અને એ જ વખતે દીકરી સોના આવી અને કહેવા લાગી કે માં તું રોજ સાત વાગે એટલે અહીં બેસી પપ્પાની રાહ જોતી હોય છે અને પપ્પા આવે એટલે તમે અહીં બેસીને ચા પીવો, પછી રાત્રે સાડા આઠે ભાઈ આવે એટલે આપણે જમીએ, ક્યારેક તું ના બેસે ત્યારે પપ્પાના આવે એવું કેમ? શૈલી કહે કે હું ક્યારેક ના બેસું એનું કારણ એ કે પપ્પા મને ફોન કરીને કહી દે કે આજે મને આવતા આઠ વાગશે... સોના હસ્તી હસ્તી ચાલી ગઈ અને તરત પપ્પા આવ્યા... બન્ને બાળકો દીકરી સોનલ અને દીકરો સુનિલ મમ્મી પપ્પાનો પ્રેમ જોઈ ખુશ થતા.. બંને દસ વર્ષના થયા.. બંને બહુ જ સમજદાર... મમ્મી પપ્પાનું બધું આવે ને? દીકરી દીકરો બેય રૂપાળા ટવીન્સ . જોતા જ વહાલ આવે.. એમણે ક્યારેય મમ્મી પપ્પાને ઊંચા અવાજે વાતો કરતા સાંભળ્યા જ નથી...
એક દિવસ શૈલી અને સોહમ એમની મેરેજ એનિવર્સરી હતી એટલે એકલા બહાર ફરવા ગયા હતા... મોડા આવવાના હતા..એમના દીકરા દીકરી સોનલ સુનિલ સાંજે દાદી સાથે બેઠા હતા ત્યારે સોનલે પૂછ્યું કે દાદી અમારા મમ્મી પપ્પા કેટલું શાંતિથી વાત કરે છે? બાકી અમે ક્યારેક જીમી ઘેર જઈએ ત્યારે મુકેશ અંકલ અને બીના આંટી મોટે મોટેથી એકબીજાને બોલતા હોય... એટલે તરત જીમી કહે કે ચાલો આપણે બહાર કમ્પાઉન્ડમાં જઈએ.. સુનિલ તો ગભરાઈ જ જાય અને કહે કે ના ના ઘરે જ જઈએ... દાદી કહે કે બેટા તમારા માં બાપ એવા સંજોગોમાં મળ્યા , થોડા વિખુટા પડ્યા અને પછી કાયમ માટે મળ્યા એ સમયગાળામાં બેય વધુ ગુંથાયા.. સુનિલ કહે કે દાદી એવું નહિ.. સમજાવીને કહો... એટલે દાદી કહે કે ચાલો હું તમને એક વાર્તા કહું... બન્ને બાળકો હોંશથી તૈયાર થઈ ગયા.
એક સુંદર યુવાન હતો, રૂૂપકડો શાંત ,હસમુખો અને પ્રેમાળ... એના પિતા હતા પૂજા પાઠ કરવા વાળા બ્રાહ્મણ, આપણે ઘેર પેલા શંભુ મહારાજ ઘણીવાર કથા કરવા કે વાર તહેવારે પૂજા કરવા આવે છે ને એવા.. આવક તો શું હોય? પણ તોય ખાઈ પી મોજથી રહી શકે અને દીકરા નો બધો ખર્ચ ભણવા સુધીનો કાઢી શકે એટલો ખરો... હા વધારાના મોજમજા ખર્ચ ન પોસાય... પણ એમાં એ બધા ખુશ હતા. દીકરાને એન્જિનીયરીંગનું ભણવું હતું પણ ખર્ચો ક્યાંથી કાઢે? એણે સરસ વિચાર કર્યો કે હું ડ્રાઇવિંગ શીખી લઉં પછી પિતાના મિત્ર સવજી કાકાની ટેક્ષીઓ છે એમાંની એક, કાકાને કહી ચલાવીશ કાકા એમની ટ્રાવેલ કંપનીમાંથી પગાર આપશે જ. એટલે અમૂક સમય ભાડાની કાર ચલાવીશ અને કોલેજના સમયે ભણીશ... સવજી કાકાને વાત કરી એ તો બહુ જ રાજી થયા અને બોલ્યા કે આ તો કેવું સારું મારા ભાઈબંધ ગોર બાપાને ટેકો થાશે અને તારું ભણવાનું થશે.. ઘરનો છોકરો એટલે કારની ચિંતા નહિ.... એ શીખી ગયો... લાયસન્સ ડ્રાઇવર તરીકેનો બેજ બધું મળી ગયું.. હોંશિયાર તો હતો જ, એન્જિનીયરીંગ કોલેજમાં એડમિશન મળી ગયું... બસ, માં બાપ ની મંજૂરી લઇ કામ શરૂ કર્યું... દિવસ રાત મહેનત કરે... વહેલી સવારે છ વાગે સવજી કાકાની ઓફિસ પહોંચી જાય...અને વર્ધિઓ ભારે દસ વાગે ઘેર જાય, જમીને કોલેજ.. ચાર વાગે કોલેજ થી છૂટી ઘેર જાય થોડો આરામ કરે... ભણે અને છ વાગે પાછો સવજીકાકા ઓફિસ..અગિયાર સુધી વર્ધી ભારે... પછી ઘેર.. જમીને સુઈ જાય...શનિ રવિ આખો દિવસ , આ એનો ક્રમ...ઘરમાં પગાર બધો માં ને આપી દે..આમ કરતા કરતા, સારું કમાતો થયો.. અને છેલ્લા સેમેસ્ટર સુધી પહોંચી ગયો... એ વિચારતો કે બસ એન્જિનીયરીંગની ડિગ્રી મળે પછી આ ડ્રાઇવરની નોકરી ના પગાર કરતા વધુ પૈસા મળે એવી સારી નોકરી મળી જાય ત્યાં સુધી આ કાર ચલાવીશ... જો ઓછો પગાર હશે તો આ જ કરીશ.. એ એન્જિનીયર થઇ ગયો, હજી કાર જ ચલાવે છે.. કોઈ વ્યસન નહિ, કોઈ ખોટા ખર્ચ નહિ... એટલે કપડામાં અપટુડેટ હોય... દેખાવડો સ્માર્ટ તો હતો જ.. કોઈ માને નહિ કે આ ડ્રાઇવર હશે...
બીજી તરફ એક સુંદર કન્યા હતી.. માં બાપ ની એકની એક દીકરી...એ કન્યાના પિતા એન્જિનિયર હતા અને એક કારખાનામાં નોકરી કરતા અને એમ કરતા એમણે પોતાનું નાનું કારખાનું નાખ્યું... એક મહત્વનો ઉપયોગી ઓટો મોબાઇલ પાર્ટ બનાવતા હતા. શરૂઆતમાં તો એટલું બધું ચાલતું નહિ પણ ઘણી વાહન રીપેરીંગ કંપની વાળા એ પાર્ટ બદલવા હોય એટલે લઇ જતા... પ્રોડક્ટ સારી હતી અને એ સાહેબનો વહેવાર સ્વભાવ સારો એટલે ડિમાન્ડ વધી... ઉત્પાદન થોડું વધાર્યું.. લોકો પણ સપોર્ટ કરવા માંડ્યા.. એમની એકની એક દીકરી... લાડકોડથી ઉછેરીને... એને નાનપણથી ફેશન ડિઝાઇનિંગનો શોખ એને એમ હતું કે ભવિષ્યમાં હું લેટેસ્ટ ડિઝાઇન ના કપડા બનાવીશ , એ ભણતી હતી એ દરમિયાન એક સુંદર યુવક સાથે પરિ ચય થયો..એ યુવક નજીકના શહેરથી અહીં ભણવા આવેલો... (જેમ ખંભાળિયા રહેતો હોય અને નગરમાં ભણવા આવે).એ એને ગમવા લાગ્યો... પ્રેમ થયો...દીકરી બહુ જ દેખાવડી, પ્રેમાળ અને નિર્દોષ.... એ યુવક અને આ યુવતી રોજ સાથે સમય વિતાવવા લાગ્યા... એ યુવકે જોયું કે આ કન્યાના પિતા એક નાનું કારખાનું ધરાવે છે... એ યુવકના પિતાનું પણ એના શહેરમાં કારખાનું હતું.. એ પણ ઓટોમોબાઇલ પાર્ટ જ બનાવતા.. પણ કામ વધારે ઊંચું.. એ કન્યાએ યુવકના આંધળા પ્રેમમાં હતી... યુવકે આ કન્યાનો પૂરો લાભ લીધો... અલબત્ત એ સમયે એ સંપૂર્ણ પ્રેમમાં હતો જ... સહજીવન જીવવાના ઈરાદા સાથે... ભણવાનું પૂરૃં થયું એટલે એ યુવક પાછો એના ગામ ચાલ્યો ગયો... આ યુવતી એકલી પડી ગઈ... એને સતત એના પ્રેમીની યાદ સતાવે.. એણે એના પિતાને વાત કરી કે મને આ ગામનો આ યુવક બહુ જ ગમે છે... મારે લગ્ન એની સાથે કરવા છે.. પપ્પા એ કહૃાું કે એની વિગત લઈલે, હું તપાસ કરું એના પરિવાર વગેરેની... તપાસ કરી તો નામ જાણીતું નીકળ્યું... એમના જેવી જ કંપની હતી... પણ નામ મોટું હતું... અમને હજી ઓછું પણ નામ થતું હતું... પિતા એ કહૃાું વાંધો નહિ પણ તું એ યુવકને મળી પાકું કરી લે કે એ લગ્ન બાબતે ગંભીર છે? પછી વાત ચાલાવીએ... હવે આ કન્યાને એના ગામ જવું પડે... એ યુવકે એના પિતાને વાત કરેલી. આ કન્યાના પિતા ના કારખાના ની વાત પણ કરેલી... એના પિતાએ કહૃાું કે એનું લેવલ આપણા કરતા નીચું છે... આપણો ધંધો મોટો છે.... પેલી કન્યાએ આ યુવકને ફોન કર્યો કે હું તને મળવા આવું છું.... આપણે નક્કી કરી લઈએ કે લગ્ન કરવા છે કે નહિ... યુવકે કહૃાું કે આવ વાત કરી લઈએ...
એ યુવતીએ ભાડાની કાર બુક કરી અને કાર લઈને આવ્યો પેલો એન્જીનીયરીંગ ભણેલો રૂપાળો હસમુખો યુવક..., આ કન્યાને થયું કે આટલો સુંદર કપડામાં પણ અપટુડેટ યુવક... આની ડ્રેસિંગ સેન્સ કેટલી સરસ છે? આ ડ્રાઇવર હોય? એ યુવકે આ કન્યાને જોઈ અને પહેલી નજરે પ્રેમમાં પડી ગયો... એ ગમવા માંડી... પ ેલી કન્યાએ કારમાં બેસીને સવાલ કરવા માંડ્યા.. શું કરે છે? સાચે ડ્રાઇવર છે કે માલિક.. યુવકે કહૃાું કે નોકરી કરું છું, એન્જીનીયરીંગનું ભણ્યો છું... એ સાથે એણે કહી પણ દીધું કે તમે બહુ જ સુંદર છો... એ યુવતી હસી... અને કહૃાું કે તમે પણ હેન્ડસમ છો, તમારી ડ્રેસિંગ સેન્સ સરસ છે... હા,, આપણે ત્યાં જઈએ પછી વાર લાગશે... એક વ્યક્તિ સાથે સારો એવો સમય જશે... કદાચ એ મારો થનાર જીવનસાથી બની શકે... આ યુવકને ધક્કો તો લાગ્યો જ પણ પછી થયું કે મારી તો પહેલી મુલાકાત છે અને આકર્ષણ પણ એક તરફી છે.... ત્યાં પહોંચ્યા પછી કાર બગીચા પાસે ઉભી રહી... આ યુવક કર એક તરફ પાર્ક કરી કારમાં બેસી રહૃાો... એ યુવતી ગઈ....
એ યુવતી બગીચામાં ગઈ અને સામે યુવક બેઠો હતો... યુવતીએ કહૃાું કે મને અહીં શું કામ બોલાવી? તારે ઘરે મળી શકાય ને? બધાનો પરિચય પણ થાય... યુવક કહે.. અહીં એટલે બોલાવી કે મારા પરિવાર તરફથી ના છે અને મારી પણ ઈચ્છા નથી... આપણે એક નહિ થઇ શકીયે.. એ યુવતી માથે પહાડ તૂટી પડ્યો... એને એમ થયું કે મને કેટલો વિશ્વાસ હતો કે મારી જીવનસાથી આ જ હશે.. એ પછી કલાક હળવી, ઉગ્ર... સા માન્ય ચર્ચા થઈ અને પેલી કન્યા રડતી રડતી કાર તરફ આવી... ડ્રાઇવર યુવકે જોયું કે આ સુંદરી કેટલી ખુશ ગઈ હતી? આવી ત્યારે આંખમાં આંસુ? એ કંઈ ન બોલ્યો... કન્યા કારમાં બેસી ગઈ... યુવકે કાર ચાલુ કરી... એ મિરરમાંથી એ કાન્યાની મનોદશા જોઈ રહૃાો હતો... અડધા રસ્તે... એ યુવકે એક ઢાબા પાસે કાર ઉભી રાખી... કન્યા કહે કે શું થયું? કેમ ઉભા રહૃાા... યુવક કહે , હું તમારા આંસુ નથી જોઈ શકતો... શું થયું? આપને થશે કે *મને ગમે તે થયું હોય તારે શું?* યુવક કહે મને તમે પહેલી નજરે ગમી ગયા છો.... કોઈ સ્વાર્થ નથી... લાગણી છે એટલે પૂછ્યું... એ કન્યાને આ યુવક ગમ્યો તો હતો જ... આનાકાની પછી એ કન્યા એ વાત કરી... એ લોકો એ ઠંડુ પીધું , એ કન્યાને આ યુવકે કહૃાું કે ચિંતા ન કરો... ઈશ્વરે તમારા માટે કાંઈ સારું વિચાર્યું હશે... બસ એ કન્યાને એના ઘેર ઉતારી યુવક નીકળી ગયો... એના મન હ્ય્દયમાં એ યુવતી બેસી ગયેલી પણ એણે સ્વીકારી લીધેલું કે આપણી અત્યારે હેસિયત નથી સપના ના જોવાય...
કન્યા એ ઘરે જઈ પિતાને બધી વાત કરી... પિતાએ આશ્વાસન આપ્યું અને કહૃાું કે કંઈક સારું થવાનું હશે... એ પછી થોડા સમયમાં એ કન્યાના પિતાને મોટી વિખ્યાત કાર બનાવતી કંપની તરફથી... એ જે પાર્ટ બનાવતા હતા એ સપ્લાય કરવાનો ઓર્ડર મળ્યો જેના માટે એ ઘણા સમયથી પ્રયત્ન કરતા હતા... એ કન્યાના પિતાની નિકલ પડી... કારખાનું ફેક્ટરી થઈ ગઈ...ટેનામેન્ટ બંગલો થઈ ગયો... કાર આવી ગઈ... નામ થવા માંડ્યું... આ દરમિયાન કન્યાના મનમાં એ ડ્રાઇવર યુવક તો બેઠેલો હતો... મુલાકાત થઇ... ખબર પડી કે આ એન્જિનિયર છે...કન્યાએ પૂછ્યું કે તું નોકરી કેમ નથી કરતો? યુવક કહે મળતી નથી સારી કંપનીમાં. કન્યા એ કહૃાું કે આ ફેક્ટરીમાં અરજી કર... એનું નામ છે... (એના પિતાની જ કંપની) મળી જાશે... એણે અરજી કરી અને નોકરી મળી પણ ગઈ... એણે હરખથી એ કન્યાને કહૃાું કે તે કહેલું એટલે મેં અરજી કરી અને મને બીજે જ દિવસે ઇન્ટરવ્યુ માં બોલાવ્યો અને તરત એપોઇન્ટ કરી લીધો એ પણ ઊંચા પગારે... આ કન્યાને થયું કે મેં તો એની ભલામણ કરી જ નહોતી... આ એની કુશળતા નું પરિણામ છે.... આ કન્યા અને યુવકના સંબંધો ગાઢ થયા... બન્ને સરળ શાંત અને સમજુ.... એકબીજાને પ્રપોઝ કર્યું જ નહોતું...
એક દિવસ કન્યાને જુના પ્રેમીએ આ કન્યાને મળવા વિનંતી કરી... કન્યાને થયું કે મારા પિતાની કંપનીનું નામ થયું એટલે આને હું પાછી યાદ આવી... આ કન્યાએ પોતાના નવા મિત્ર યુવકને આ વાત કરી અને મળવા ગઈ.... પેલાએ આજીજી કરી પણ આ ના માની.... પરત ફરી... આવીને યુવકને કહૃાું કે મેં ના પાડી દીધી... યુવક કહે કે એવું કરાય? પહેલો પ્રેમ છે...જીવન સાથી બનવા માગે છે , આમ ના પડાય? કન્યા ધબ્બો મારી ને રોતરોતા કહે કે તારે મારા જીવનમાંથી ચાલ્યા જવું છે? બન્ને ભેટી પડ્યા..., પછી તો બન્ને ના પરિવાર માં વાત થઇ એ વખતે યુવકને ખબર પડી કે હું જ્યાં નોકરી કરું છું એ જ કંપની આના પિતાની છે... યુવકના માતા પિતાને ક્ષોભ થતો હતો કે ક્યાં અમે અને ક્યાં તમે... પણ થયું નક્કી... એ યુવકે ઘરજમાઈ બનવાની ના પાડી...
એણે કહૃાું કે મારા માતા પિતા પહેલા... લગ્ન કરી કન્યા મારા ઘરે જ આવશે... અને લગ્ન થયા...એ સાચો પ્રેમ હતો.... અને આજે પણ છે...
એ યુવક અને યુવતી એટલે તમારા માતાપિતા શૈલી અને સોહમ... નસીબમાં જ લખાયેલું હોય...ઈશ્વરે જ નિર્ધારેલું હોય સહજીવન છે ને? આજે પણ હ્ય્દય નો પ્રેમ જાને કાલે જ પરણ્યા હોય.બાળકો બહુ રાજી થયા... ડાળીએ કહૃાું કે પ્રેરણા લેજો...આમ તો આ વાત બહુ લાંબી કહી શકાય પણ આ ટૂંકમાં.
હરેશ ભટ્ટ
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial