Advertisement
Author: નોબત સમાચાર

ગુજરાત આયુર્વેદ યુનિવર્સિટીના વાઈસ ચાન્સેલર પદે નિમણૂક

ડો. માનસી દેશપાન્ડેની

                                                                                                                                                                                                      

જામનગર તા. ૮: ગુજરાત આયુર્વેદ યુનિવર્સિટીના વાઈસ ચાન્સેલર પદે ડો. માનસી દેશપાન્ડેની ત્રણ વર્ષના સમયગાળા માટે ગુજરાત સરકાર દ્વારા નિમણૂક કરવામાં આવી છે.

ગુજરાત યુનિ.ના ઈન્ચાર્જ વી.સી. તરીકે ભાવનગરની આયુ કોલેજના પ્રિન્સિપાલ ફરજ બજાવી રહ્યા હતાં. ગુજ. આઈજી યુનિ.ની પરીક્ષાના પેપર લીકના પ્રકરણ પછી ત્રણ વર્ષની ટર્મ માટે નિયમિત વાઈસ ચાન્સેલર નિયુક્ત થયા છે.

તેઓ તા. ૧૦ ને સોમવારે તેઓ નવો કાર્યભાર સંભાળી લેશે. તેઓએ જામનગરમાં જ ગુલાબકુંવરબા આયુર્વેદ મહાવિદ્યાલયમાંથી કોલેજકક્ષાનું શિક્ષણ મેળવ્યું હતું, અને જામનગરની આઈ.પી.જી.ટી.-ગુજરાત આયુર્વેદ યુનિવર્સિટીમાંથી દ્રવ્ય ગુણ વિભાગમાં એનડી. આયુર્વેદની ડીગ્રી પણ મેળવી હતી. તેઓ ત્રણ વર્ષથી આ ક્ષેત્રનો અનુભવ ધરાવે છે. તેઓને આયુર્વેદ ક્ષેત્રે નોંધપાત્ર પ્રદાન બદલ વૈદ્ય સુંદરલાલ જોષી શિક્ષણ પુરસ્કાર પણ મળ્યો છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh