Advertisement
Author: નોબત સમાચાર

સાધના કોલોનીના મેઈન રોડમાં અનઅધિકૃત દબાણો દૂર કરવા માંગ

જાહેર માર્ગે થયા છે બાંધકામો

                                                                                                                                                                                                      

જામનગર તા. ૭: જામનગરની સાધના કોલોનીના ૧૮ મીટર મેઈન રોડ ઉપરના દબાણો દૂર કરી રોડ ખૂલ્લો કરાવવા અંગે માંગણી - રજૂઆત કરવામાં આવી છે.

ન્યુ સાધના કોલોની એસોસિએશનના પ્રમુખ નવીનભાઈ નંદાએ જિલ્લા કલેક્ટરને પત્ર પાઠવી રજૂઆત કરતા જણાવેલ કે, સાધના કોલોની મેઈન રોડ ઉપર ભારે અવરજવર રહે છે.

આ મેઈન રોડમાં અનઅધિકૃત બાંધકામો/ગેરકાયદે મકાન બનાવવામાં આવ્યા છે. આથી વાહન વ્યવહાર માટે રોડ બંધ થતા અવરજવરમાં સમસ્યા ઊભી થાય છે. આ અંગે મ્યુનિ. કમિશ્નરને લેખિત-મૌખિક રજૂઆતો પણ અગાવ કરવામાં આવી છે. પરંતુ જવાબ મળ્યો નથી અને કોઈ પગલા પણ લેવામાં આવ્યા નથી. આથી આ મેઈન રોડ ઉપરના દબાણો તાત્કાલિક ધોરણે દૂર કરાવવા જોઈએ.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh