Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
સલાયા પાસે યુવાન પર હાઈડ્રો મશીન ફરી વળ્યું:
જામનગર તા. ૮: ધ્રોલના જાબીડા ગામ પાસે ત્રણ સપ્તાહ પૂર્વે રાત્રિના સમયે સ્કૂટર પર દૂધ લઈને પરત ફરતા એક વૃદ્ધ આડે ગાય ઉતરતા સર્જાયેલા અકસ્માતમાં ઘવાયેલા આ વૃદ્ધનું સારવારમાં મૃત્યુ નિપજ્યું છે. જ્યારે સલાયા નજીક એસ્સાર જેટી પર બુધવારની રાત્રે ફરજ પર રહેલા એક યુવાન પર હાઈડ્રો મશીન ફરી વળતા ચગદાઈ જવાથી આ યુવાનનું મૃત્યુ થયું છે. પોલીસે બંને બનાવની તપાસ શરૂ કરી છે.
ધ્રોલ તાલુકાના લૈયારા ગામમાં રહેતા માનસીંગ રઘુભાઈ વાઘેલા (ઉ.વ.૬૦) નામના વૃદ્ધ ગઈ તા.૧૪ના દિને સાંજે પોતાના ઘરેથી જીજે-૧૦-ઈબી ૯૬૮૫ નંબરના એક્ટિવામાં ઘરેથી ગામમાં દૂધ લેવા ગયા હતા.
તેઓ જ્યારે જાબીડા રોડ પરથી પસાર થતાં હતા ત્યારે સ્કૂટર આડે ગાય ઉતરતા માનસીંગભાઈનું સ્કૂટર સ્લીપ થઈ ગયું હતું. રોડ પર પછડાયેલા આ વૃદ્ધને માથા તથા છાતીમાં ઈજા થઈ હતી. સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયેલા આ વૃદ્ધનું મૃત્યુ નિપજ્યું છે. તેમના પુત્ર શામજીભાઈ વાઘેલાએ પોલીસને જાણ કરી છે.
ખંભાળિયા તાલુકાના નાના માંઢામાં રહેતા ગફારભાઈ હાજીભાઈ સંધીના ભાઈ અસગરભાઈ ગુરૂવારે રાત્રે સલાયા નજીક એસ્સાર જેટીમાં નોકરી પર હતા ત્યારે રાત્રે પોણા ત્રણેક વાગ્યે જીજે-૩૭-એસ ૮૨૪૧ નંબરનંુ હાઈડ્રો મશીન ચલાવી રહેલા ક્રિપાલસિંહ રાજેન્દ્રસિંહ જાડેજાએ મશીન રીવર્સમાં ચલાવતા ત્યાં હાજર અસગરભાઈ પાછળના ટાયરમાં ચગદાઈ ગયા હતા. તેમના માથા પરથી મશીનનું વ્હીલ ફરી વળતા તેઓનંુ મૃત્યુ નિપજ્યું છે. ગફારભાઈએ પોલીસમાં ફરિયાદ કરી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial