Advertisement
Author: નોબત સમાચાર

રૂ।.૧૩ લાખ સામે રૂ।.રર લાખ વ્યાજ પેટે ચૂકવ્યા પછી પણ બે શખ્સે આપી ધમકી

બે કોરા ચેક અને સ્કૂટર પડાવી લેવાયાઃ

                                                                                                                                                                                                      

  જામનગર તા.૮ : જામનગરના એક આસામીએ ગય વર્ષે માર્ચ મહિનામાં બે શખ્સ પાસેથી રૂ।.૧૩ લાખ કટકે કટકે મેળવ્યા પછી ૨૦ ટકા વ્યાજ લેખે રૂ।.રર લાખ ચૂકવી આપ્યા પછી પણ બંને વ્યાજખોરે ગાળો ભાંડી પગ ભાંગી નાખવાની ધમકી આપી વધુ વ્યાજ તથા મુદ્દલની માગણી કરતા અને બે કોરા ચેક પડાવી લઈ સ્કૂટર પણ ઉપાડી જતાં કંટાળેલા આસામીએ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.

જામનગરના કાલાવડ નાકા બહાર એસટી ડિવિઝન પાસે ગ્રીન પાર્કની શેરી નં.૧માં રહેતા અમન યુનુસભાઈ મલેક નામના યુવાને વર્ષ ૨૦૨૫માં પૈસાની જરૂરિયાત પડતા અનિશ યુસુફભાઈ મીનાણી તથા તૌફીક યુસુફભાઈ મીનાણી પાસેથી કટકે કટકે રૂ।.૧૩ લાખ ૨૦ ટકાના વ્યાજે લીધા પછી રોકડમાં અને ઓનલાઈન સિસ્ટમથી રૂ।.રર લાખ વ્યાજ પેટે ચૂકવી આપ્યા હતા.

આમ છતાં અનિશ અને તૌફીક બળજબરી વાપરી બે કોરા ચેક કઢાવી ગય હતા અને જીજે-૧૦-ડીક્યુ ૧૨૩૦ નંબરનું સ્કૂટર પણ આ શખ્સોએ પડાવી લીધુ હતું. આટલેથી ન અટકી આ શખ્સો દ્વારા ગાળો ભાંડી વ્યાજની ઉઘરાણી કરાતા અને પગ ભાંગી નાખવાની ધમકી આપવા ઉપરાંત ચેક પરતની ફરિયાદ કરવાની પણ દાટી મારતા હોવાથી અમન મલેકે આખરે પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh