Advertisement
Author: નોબત સમાચાર

જાપાનમાં ટાયફૂન ડોલ્ફિને મચાવ્યો હાહાકારઃ અઢી લાખ લોકોને ઘર છોડવા તંત્રનો આદેશ

૫૦૦ ફલાઈટ્સ રદઃ ટાયોટાના ૯ કારખાના બંધ

                                                                                                                                                                                                      

ટોકિયો તા. ૮: 'ડોલ્ફિન' વાવાઝોડાના કારણે જાપાનમાં અઢી લાખ લોકોને ઘર છોડવા આદેશ અપાયો છે. ૫૦૦ ફલાઈટ્સ રદ કરાઈ છે.

જાપાનમાં ટાયફૂન ડોલ્ફિને હાહાકાર મચાવ્યો છે. ઓકિનાવા વિસ્તારમાં ત્રાટકેલા આ વાવાઝોડાને કારણે ૧૪૪ કિમી/કલાકની ઝડપે પવન ફૂંકાઈ રહૃાો છે. હવામાન વિભાગે ૨.૬ લાખ લોકોને સ્થળાંતરનો આદેશ આપ્યો છે. ૫૦૦થી વધુ ફ્લાઈટ્સ રદ થઈ છે અને ટોયોટાના ૯ કારખાના બંધ કરાયા છે.

ભારે વરસાદ અને પૂરની આગાહી સાથે દક્ષિણ-પશ્ચિમ જાપાનમાં એલર્ટ અપાયું છે. ભૂકંપના આંચકાઓમાંથી બહાર આવ્યા બાદ જાપાન પર હવે ટાયફૂન ડોલ્ફિને નવી મુશ્કેલી ઊભી કરી છે. તીવ્ર પવન, ભારે વરસાદ અને ઊંચા મોજાંના જોખમ વચ્ચે લાખો લોકો એલર્ટ પર છે. જાપાનમાં વાવાઝોડા ડોલ્ફિને લોકોની મુશ્કેલીઓ વધારી દીધી છે.

દક્ષિણ-પશ્ચિમ જાપાનના ઓકિનાવા વિસ્તાર સાથે આ વાવાઝોડું ત્રાટક્યું છે. જેના કારણે ભારે પવન ફૂંકાઈ રહૃાો છે, અને સતત ભારે વરસાદ પડી રહૃાો છે. જાપાનની હવામાન એજન્સી એ ઓકિનાવા અને કાગોશિમા પ્રાંતના લગભગ ૨.૬ લાખ લોકોને સુરક્ષિત સ્થળોએ ખસી જવાનો આદેશ આપ્યો છે.

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, વાવાઝોડા સાથે ૧૪૪ કિમી પ્રતિ કલાકની ઝડપે સતત પવન ફૂંકાઈ રહૃાો છે, જ્યારે પવનના ઝાપટા ૧૯૮ કિમી પ્રતિ કલાક સુધી પહોંચી રહૃાા છે.

સાવચેતીના ભાગરૂપે ટોયોટાએ તેના ૯ કારખાનાઓમાં કામકાજ અટકાવી દીધું છે. ઓકિનાવા, અમામી અને દક્ષિણી ક્યુશુમાં અત્યંત ભારે વરસાદની ચેતવણી આપવામાં આવી છે. આગામી બે દિવસમાં ઘણાં વિસ્તારોમાં ૧૦૦ થી ૨૫૦ મીમી સુધી વરસાદ પડી શકે છે, જ્યારે કેટલાક સ્થળોએ ૩૫૦ મીમીથી વધુ વરસાદનું અનુમાન છે.

આનાથી નદીઓમાં પૂર, જળબંબાકાર અને પહાડી વિસ્તારોમાં લેન્ડસ્લાઈડનું જોખમ વધી ગયું છે. વાવાઝોડાની અસર કુમામોટો પ્રાંત સુધી પણ પહોંચી રહી છે, જ્યાં તાજેતરમાં ૭.૧ ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. ભૂકંપના કારણે ઘર ગુમાવનારા આશરે ૬,૭૦૦ લોકો હાલ રાહત શિબિરોમાં રહી રહૃાા છે, જેમના માટે આ વાવાઝોડું અને ભારે વરસાદ મુશ્કેલીઓ વધારી શકે છે. તંત્ર દ્વારા સમગ્ર દક્ષિણ-પશ્ચિમ જાપાનમાં એલર્ટ જારી કરવામાં આવ્યું છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh