Advertisement
Author: નોબત સમાચાર

ધ્રોલ-જોડિયાના પોલીસ મથક દ્વારા પકડાયેલા દારૂના જથ્થાનો નાશ

રૂ।.૨૫ લાખ ૯૨ હજારની ૩૨૨૫૭ બોટલ પર બુલડોઝર ફેરવી દેવાયું:

                                                                                                                                                                                                      

ધ્રોલ તથા જોડિયા પોલીસ મથકમાં જુદા જુદા સમયે ઝડપાયેલા અંગ્રેજી દારૂના જથ્થાના નાશ માટે તંત્ર પાસે મંજૂરી માંગવામાં આવી હતી. જેના પગલે મંજૂરી આપવામાં આવતા ગઈકાલે ધ્રોલ-રાજકોટ ધોરીમાર્ગ પર ખુલ્લા મેદાનમાં અંદાજે રૂ।.૨૫ લાખ ૯૨ હજારની કિંમતની ૬૧૫૭ બોટલ પાથરી તેના પર બુલડોઝર ફેરવી દેવામાં આવ્યું હતું. આ વેળાએ ગ્રામ્ય ડીવાયએસપી પિયુષ વાંદા, ધ્રોલતથા જોડિયાના પોલીસ સ્ટાફ ઉપરાંત એસડીએમ અને મામલતદાર સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. ધ્રોલ પોલીસ સ્ટેશન દ્વારા પકડી લેવામાં આવેલી રૂ।.૧૬૯૯૫૫૪ની કિંમતની ૨૯૦૩૬ બોટલ તથા જોડિયા પોલીસ દ્વારા પકડવામાં આવેલી રૂ।.૮૦૯૩૯૦ની કિંમતની ૩૨૨૧ બોટલનો નાશ કરવામાં આવ્યો હતો.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh