Advertisement
Author: નોબત સમાચાર

જામનગરના ફાયરબ્રિગેડ શાખાના ત્રણ નવા નંબર જાહેર કરવામાં આવ્યા

હાલના નંબર ટેકનિકલ ક્ષતિથી બંધ...

                                                                                                                                                                                                      

જામનગર તા. ૮: જામનગર ફાયરબ્રિગેડ શાખાના અમૂક ફોન ટેકનિકલ ક્ષતિના કારણે હાલ બંધ થયા છે તેની વૈકલ્પિક વ્યવસ્થારૂપે ત્રણ ફાયર સ્ટેશનના નવા નંબર જાહેર કરવમાં આવ્યા છે. જામનગર મહાનગર ૫ાલિકાની ફાયરબ્રિગેડ શાખાનો ઈમરજન્સી સર્વિસ નંબર-૧૦૧ તથા અન્ય નંબર ટેકનિકલ ક્ષતિના કારણે હાલમાં બંધ થયો છે.

તે નંબર શરૂ થાય તે દરમિયાન આગ લાગવાના કે તે પ્રકારના અન્ય ઈમરજન્સી બનાવમાં ફાયરબ્રિગેડની મદદ મેળવવા માટે જામ્યુકો સ્થિત ફાયર કચેરીનો નવો નંબર કાર્યરત કરાયો છે. તે માટે ૦૨૮૮-૨૭૭૦૫૧૫નો સંપર્ક કરી શકાશે તેમજ ઈન્દિરા રોડ ફાયર સ્ટેશન-૦૨૮૮ ૨૭૧૦૪૧૧નો અને બેડેશ્વર ફાયર સ્ટેશનનો ૦૨૮૮ ૨૭૫૫૩૬૯નો સંપર્ક કરી શકાશે તેમ ફાયરબ્રિગેડ દ્વારા જાહેર જનતાને જણાવવામાં આવ્યું છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh