Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
પગમાં બુઠી તલવારના ઘા ઝીંકાયાઃ
જામનગર તા. ૮: જામનગરના ધરારનગર-૧માં બુધવારની રાત્રે એક યુવાન પર ત્રણ શખ્સે તલવારથી હુમલો કરી ગાળો ભાંડી હતી. આ યુવાનના બહેનના દસેક વર્ષ પહેલા થયેલા અવસાન પછી તે બાબતે બોલાચાલી થયા પછી એક શખ્સે પોતાના બે સાગરિત સાથે હલ્લો કર્યાે હતો.
જામનગરના ધરારનગર-૧ વિસ્તારમાં રહેતા સમીલ ઈસ્માઈલભાઈ હાલેપોત્રા નામના યુવાનના બહેન દસેક વર્ષ પહેલાં અવસાન પામ્યા હતા. ત્યારથી ગરીબનગર પાણાખાણમાં રહેતા વેવાઈ પક્ષના શાકીમ જુસબભાઈ ગજણ વગેરે સાથે મનદુખ થયા પછી બોલાચાલી પણ થઈ હતી.
આ બાબતનો ખાર રાખી ગુરૂવારે રાત્રે શાકીમ તેમજ જુસબ જુમાભાઈ ગજણ તથા ઈમ્તિયાઝ જુસબ નામના ત્રણ શખ્સ ઘર પાસે ધસી આવ્યા હતા. આ શખ્સોએ ગાળો ભાંડી સમીલ પર તલવારથી હુમલો કર્યાે હતો. જેમાં ઈમ્તિયાઝે માથામાં તલવાર વડે ઈજા પહોંચાડી હતી. ત્યારે જુસબ જુમાએ ધાર વગરની તલવાર વડે બંને પગમાં ઈજા કરી હતી. હુમલો કરી ત્રણેય આરોપી નાસી ગયા હતા. સિટી બી ડિવિઝનમાં સમીલે ફરિયાદ નોંધાવી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial