Advertisement
Author: નોબત સમાચાર

અલિયાબાડા-જામનગર બ્રોડગેજ ડબલીંગનું રેલવે સેફટી કમિશનરે કર્યું સુરક્ષા નિરીક્ષણ

૧૨૩ કિ.મી.ની ઝડપે સ્પીડ ટ્રાયલ સંપન્ન

                                                                                                                                                                                                      

જામનગર તા. ૮: રેલવે સેફ્ટી કમિશનર (પશ્ચિમ પરિમંડળ)  ઈ. શ્રીનિવાસે પશ્ચિમ રેલવેના રાજકોટ ડિવિઝન અંતર્ગત આલિયાવાડા-જામનગર બ્રોડગેજ ડબલિંગ રેલખંડ પર પેસેન્જર રેલ સેવાઓના સંચાલનને સંરક્ષા મંજૂરી આપી દીધી છે. રાજકોટ ડિવિઝનના સિનિયર ડિવિઝનલ કમર્શિયલ મેનેજર  સુનીલ કુમાર મીનાના જણાવ્યા અનુસાર, રેલવે સુરક્ષા કમિશનર દ્વારા આ ડબલિંગ રેલખંડનું તા. ૭  ઓગસ્ટ ૨૦૨૬ ના વિસ્તૃત વૈધાનિક સુરક્ષા નિરીક્ષણ કરવામાં આવ્યું હતું.

આલિયાવાડા-જામનગર નવનિર્મિત બીજી રેલ લાઇન પર પહેલીવાર ૧૨૩, ૨૩ કિમીની ઝડપે ઇલેક્ટ્રિક લોકોમોટિવ (એન્જિન) અને ઓબ્ઝર્વેશન કાર સાથે સફળ સ્પીડ ટ્રાયલ કરવામાં આવ્યો હતો., જે સુરક્ષિત અને ઝડપી રેલ સંચાલનની દિશામાં એક મહત્ત્વપૂર્ણ સીમાચિહ્નરૂપ છે.

પશ્ચિમ રેલવેના રાજકોટ ડિવિઝનમાં રાજકોટ-કાનાલુસ બ્રોડગેજ ડબલિંગ પ્રોજેક્ટ અંતર્ગત આલિયાબાડા-જામનગર  ૧૯.૫૩૭ કિમી લાંબા બ્રોડગેજ ડબલિંગ રેલખંડનું ૭  ઓગસ્ટ ૨૦૨૬ ના સફળતાપૂર્વક કમિશનિંગ કરવામાં આવ્યું. આ ઉપલબ્ધિ સાથે જ કુલ ૧૧૧ કિમી લાંબા રાજકોટ-કાનાલુસ ડબલિંગ પ્રોજેક્ટમાં અત્યાર સુધી ૮૪ કિમી રેલખંડનું ડબલિંગ કાર્ય કમિશન થઈ ચૂક્યું છે.

આ દરમિયાન મુખ્ય વહીવટી અધિકારી (નિર્માણ) પ્રદીપ ગુપ્તા, રાજકોટ ડિવિઝનલ રેલવે મેનેજર ગિરિરાજ કુમાર મીના સહિત નિર્માણ અને ઓપન લાઇન વિભાગોના વરિષ્ઠ અધિકારીઓ ઉપસ્થિત રહૃાા હતા.

નિરીક્ષણ, રેલવે પ્રશાસન દ્વારા રજૂ કરાયેલા સુરક્ષા પ્રમાણપત્રો અને રેલવે અધિનિયમ, ૧૯૮૯ની જોગવાઈઓ મુજબ તમામ આવશ્યક ઔપચારિકતાઓ સંતોષકારક મળી આવ્યા બાદ રેલવે સુરક્ષા કમિશનરે આ ડબલિંગ રેલખંડ પર જાહેર પેસેન્જર સેવાઓના સંચાલનની પરવાનગી આપી છે.

મંજૂરી અનુસાર નવનિર્મિત રેલલાઇન પર ટ્રેનોની મહત્તમ સેક્શનલ સ્પીડ આલિયાવાડા-હાપા રેલખંડ પર ૧૦૦  કિમી અને હાપા-જામનગર રેલખંડની નવી ડાઉન તેમજ અપ મેઇન લાઇન પર ૯૦ કિમી નિર્ધારિત કરવા માં આવી છે.

આ ડબલિંગ કાર્યથી રાજકોટ-જામનગર-કાનાલુસ માર્ગની લાઇન ક્ષમતામાં વધારો થશે અને ટ્રેનોના વધુ સરળ અને કાર્યક્ષમ સંચાલનમાં મદદ મળશે. આ સાથે જ આ મહત્ત્વપૂર્ણ રેલમાર્ગ પર ભવિષ્યમાં ટ્રાફિકની વધતી માંગને પૂરી કરવા તેમજ પરિચાલન દક્ષતા અને વિશ્વસનીયતામાં સુધારો કરવામાં પણ મહત્ત્વપૂર્ણ લાભ થશે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh