Advertisement
Author: નોબત સમાચાર

જામ્યુકોની સ્ટેન્ડીંગ કમિટીમાં રૂ।. ૧૧.૯૩ કરોડના કામો મંજુર

૧૫મી ઓગષ્ટ નિમિત્તે સાંસ્કૃતિક કાર્યક્રમ મંજુરઃ સી.સી. રોડ-પેવર બ્લોકના કામોને પ્રાધાન્ય

                                                                                                                                                                                                      

જામનગર તા. ૮: જામનગર મહાનગર પાલિકાની મળેલી સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં કુલ રૂ.૧૧ કરોડ ૯૩  લાખના વિવિધ વિકાસ કામને મંજૂરી આપવામાં આવી હતી. ઉપરાંત ૧૫ ઓગસ્ટ નિમિત્તે ટાઉનહોલમાં સાંસ્કૃતિક કાર્યક્રમ યોજવા નિર્ણય લેવાયો હતો.

જામનગર મહાનગર પાલિકાની સ્ટેન્ડીંગ કમિટીની મિટિંગ તા. ૦૭-૦૮-૨૦૨૬ ના  ધીરેનકુમાર પી. મોનાણી ના અધ્યક્ષ સ્થાને મળેલ હતી. તેમાં કુલ ૧૨ સભ્યો  ઉપરાંત મેયર મોનીકાબેન વ્યાસ, ડે. મેયર રાકેશભાઈ ડેર, કમિશનર દિપેશ કેડીયા, ડે. કમિશનર દેવેન્દ્રસિંહ ઝાલા, સિટી એન્જિનિયર ભાવેશભાઈ જાની, આસી. કમિશનર (વ.) મુકેશભાઈ વરણવા, આસી. કમિશનર (ટે.) જીજ્ઞેશભાઈ નિર્મલ વગેરે ઉપસ્થિત રહૃાા હતા.

મહાનગરપાલિકા સામાન્ય ચંટણી-૨૦૨૬ વિશિષ્ટ કામગીરી બજાવેલ કર્મચારીઓને પ્રોત્સાહન રકમ આપવા અંગે કમિશનરની રજુ થયેલ દરખાસ્ત અન્વયે ૪૦ કર્મચારીઓને પ્રોત્સાહનની રકમ રૂ।. ૪ લાખ મંજુર કરવામાં આવી હતી.

જામનગર મહાનગર પાલિકાની કોમ્પ્યુટર શાખા ખાતે કોમ્પ્યુટર પ્રોગ્રામની જગ્યા ઉપર કોન્ટ્રાકટ બેઈઝથી નવી નિમણુંક આપવા અંગે ની દરખાસ્ત તેમજ સોલીડ વેસ્ટ મેને. શાખામાં લાઈવ સ્ટોક ઈન્સ્પેકટર તરીકે ફરજ બજાવતા કર્મચારીઓને કોન્ટ્રાકટ બેઈઝથી નવી નિમણુંક આપવા અંગેની દરખાસ્તને પણ મંજૂરી આપવામાં આવી હતી.

જામનગર શહેરમાં ચોમાસાની ઋતુ દરમ્યાન જુદી-જુદી જગ્યાએ ડી-વોટરીંગ કરવાના કામ અંગે રૂ।. પાંચ લાખ, પ્રાઈવેટ સોસાયટી સ્કીમ' હેઠળ સફાઈ કામદારો અને ખર્ચ મંજુરી તથા સોસાયટીના સુધારણા અંગે રૂ।. ૧૩.૪૪ લાખ, વોટર વર્કસ શાખા માટે ઉડ-૧ માં પોલ્ડર ટાઈપ સબમર્શીબલ પમ્પ સેટ, એટીએસ પેનલ તેમજ તેને આનુસાંગીક માલ-સામાન સપ્લાય કરવાના કામ અંગે  રૂ।. ૩૯.૭૪ લાખ, સિવિલ નોર્થ ઝોન (વોર્ડ નં. ૨) વિસ્તારમાં ખાનગી સોસાયટીઓમાં, ગુજરાત હાઉસીંગ બોર્ડની વસાહતોમાં તથા અન્ય રહેણાંક વિસ્તારોમાં લોકભાગીદારીથી માળખાકીય સુવિધાઓની વિકાસની યોજના અંતર્ગત સી.સી. રોડ/સી.સી. બ્લોક (પેવર બ્લોક)ના કામ અંગે રૂ।. ૨૦૦ લાખ, સિવિલ વેસ્ટ ઝોન (વોર્ડ નં. ૧) વિસ્તારમાં ખાનગી સોસાયટીઓમાં, ગુજરાત હાઉસીંગ બોર્ડની વસાહતોમાં તથા અન્ય રહેણાંક વિસ્તારમાં લોક ભાગીદારીથી માળખાકીય સુવિધાઓની વિકાસની યોજના અંતર્ગત સી.સી. રોડ/સી.સી. બ્લોક (પેવર બ્લોક)ના કામ અંગે રૂ।. ૧૦૦ લાખ, સિવિલ સાઉથ ઝોન (વોર્ડ નં. ૧૬) વિસ્તારમાં ખાનગી સોસાયટીઓમાં, ગુજરાત હાઉસીંગ બોર્ડની વસાહતોમાં તથા અન્ય રહેણાંક વિસ્તારોમાં લોકભાગીદારીથી માળખાકીય સુવિધાઓની વિકાસની યોજના અંતર્ગત સી.સી. રોડ/સી.સી. બ્લોક (પેવર બ્લોક)ના કામ અંગે  રૂ।. ૨૫૦ લાખ, સિવિલ સાઉથ ઝોન (વોર્ડ નં. ૮) વિસ્તારમાં ખાનગી સોસાયટીઓમાં, ગુજરાત હાઉસીંગ બોર્ડની વસાહતોમાં તથા અન્ય રહેણાંક વિસ્તારોમાં લોક ભાગીદારીથી માળખાકીય સુવિધાઓની વિકાસની યોજના અંતર્ગત સી.સી. રોડ/સી.સી. બ્લોક (પેવર બ્લોક)ના કામ અંગે રૂ।. ૨૫૦ લાખ, સિવિલ વેસ્ટ, ઈસ્ટ, સાઉથ, નોર્થ અને સેન્ટ્રલ ઝોનમાં ૧૦૦ ટકાના ધોરણે સિવિલ વર્કસ (બિલ્ડીંગ વર્કસ, કમ્પાઉન્ડ વોલ, કોમ્યુનીટી હોલ, ડોમ ટાઈપ કોમ્યુનીટી હોલ, ફેન્સીંગ, સાઈન બોર્ડ વિ. પ્રકારના) ના કામ રૂ।. ૧૬૦.૬૭ લાખ, સને ૨૦૨૬-૨૭ દરમ્યાન સ્વભંડોળ અન્વયે સિવિલ નોર્થ, સાઉથ, ઈસ્ટ, વેસ્ટ અને સેન્ટ્રલ ઝોનમાં જુદી-જુદી કંપનીઓ દ્વારા કેબલ લેઈગ/ ગેસ પાઈપલાઈન અને વોટર વર્કસ શાખા દ્વારા કરવામાં આવેલ ટ્રેન્ચમાં આસ્ફાલ્ટ સ્ટ્રેન્ધનીંગના (ચરેડા) કામ અંગે રૂ।. ૧૩૦ લાખ અને  વોર્ડ નં. ૧૫, રણજીતસાગર રોડ રાજપુત કન્યા છાત્રાલયથી જ્ઞાન ગંગા સ્કૂલથી ખોડીયાર પાર્ક પાસેના કોમન પ્લોટ સુધી સ્ટ્રોમ વોટર કેનાલ અને સી.સી. રોડના કામ અંગે રૂ।. ૩૯.૭૨ લાખના ખર્ચને મંજુર કરવામાં આવ્યો હતો.

આ ઉપરાંત એક દરખાસ્ત અધ્યક્ષ સ્થાનેથી રજૂ કરવામાં આવી હતી જેમાં ૧૫ મી ઓગષ્ટ નિમિત્તે ટાઉન હોલમાં સાંસ્કૃતિક કાર્યક્રમ કરવાનું મંજુર કરવામાં આવ્યું હતું. આમ આ આ સ્ટેન્ડીંગ  કમિટીમાં કુલ રૂ.૧૧ કરોડ ૯૩ લાખના વિવિધ ખર્ચની દરખાસ્તો મંજુર કરાઈ.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh