Advertisement
Author: નોબત સમાચાર

માનસિક બીમારીની દવા બંધ કર્યા પછી તાણ અનુભવતા પ્રૌઢાએ ટ્રેન આડે ઝંપલાવ્યું

ઝેરી દવા પી લીધા પછી સારવારમાં પરિણીતાનું મૃત્યુઃ

                                                                                                                                                                                                      

જામનગર તા. ૮: જામજોધપુરના મેલાણ ગામના એક પ્રૌઢાએ ગઈકાલે સવારે ટ્રેન આડે ઝંપલાવી લઈ આત્મહત્યા કરી લીધી છે. છેલ્લા ચારેક વર્ષથી માનસિક બીમારીથી દવા બંધ કરી દીધા પછી આ પ્રૌઢા તણાવ અનુભવતા રહેતા હતા. જ્યારે કાલાવડના ખંઢેરામાં એક મહિલાએ ઝેરી દવા પી આત્મહત્યા કરી લીધી છે.

જામજોધપુર તાલુકાના મેલાણ ગામના વાડી વિસ્તારમાં વસવાટ કરતા વનીતાબેન જીવણભાઈ વાઘીયા નામના ૫૪ વર્ષના કોળી પ્રૌઢા માનસિક બીમારી માટેની દવા લેતા હતા. તે દવા છેલ્લા ચારેક વર્ષથી વનીતાબેને બંધ કરી દીધી હતી. તે પછી માનસિક તણાવ અનુભવતા રહેતા આ પ્રૌઢાએ ગઈકાલે સવારે જામજોધપુર સ્થિત પેટ્રોલપંપની સામે આવેલા રેલવે ટ્રેક પાસે જઈ ટ્રેનની રાહ જોઈ હતી.

ત્યારપછી પસાર થયેલી એક ટ્રેન હેઠળ વનીતાબેને ઝંપલાવી લીધુ હતું. ગંભીર ઈજા પામેલા આ પ્રૌઢાનું મૃત્યુ નિપજ્યંુ છે. તેમના પુત્ર રૂપેશભાઈ વાઘીયાએ પોલીસને જાણ કરી છે.

કાલાવડ તાલુકાના ખંઢેરા ગામમાં દેવીપુજકવાસમાં બાલમંદિર પાસે વસવાટ કરતા જીવીબેન ધર્મેશભાઈ પરમાર (ઉ.વ.૩૧) નામના મહિલાએ ગુરૂવારે સવારે ખંઢેરા ગામ પાસે પુલ નજીક એક વાડીમાં કોઈ અકળ કારણથી ઝેરી દવા ગટગટાવી લીધી હતી.

આ મહિલાને ઉલ્ટીઓ થવા લાગતા તેઓને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં તેઓનું ગઈકાલે મૃત્યુ નિપજ્યું છે. તેમના પતિ ધર્મેશભાઈ ઉર્ફે ધરમશીભાઈ નરશીભાઈ પરમારે પોલીસને જાણ કરી છે પોલીસે આત્મહત્યાનું કારણ જાણવા તપાસ આદરી છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh