Advertisement
Author: નોબત સમાચાર

એમએસએમઈ નેશનવાઈડ ક્રેડીટ આઉટરીચ પ્રોગ્રામ યોજાયો

જામનગરમાં સેન્ટ્રલ બેંક ઓફ ઈન્ડિયાનો

                                                                                                                                                                                                      

જામનગર તા. ૮: સેન્ટ્રલ બેંક ઓફ ઈન્ડિયા દ્વારા જામનગરના દરેડ જીઆઈડીસી સ્થિત હોટલ લોર્ડ્સ ઈનમાં એમએસએમઈ નેશનવાઈડ ક્રેડીટ આઉટરીચ પ્રોગ્રામ-૨૦૨૬નું સફળ આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમનો મુખ્ય હેતુ સુક્ષ્મ, લઘુ અને મધ્યમ ઉદ્યોગો (એમએસએમઈ)ને સરળ, ઝડપી અને સુલભ ધિરાણ ઉપલબ્ધ કરાવી ઉદ્યોગ વિકાસને પ્રોત્સાહન આપવાનો હતો.

કાર્યક્રમમાં રાજ્યના ઉદ્યોગ સાહસિકો, વેપારીઓ અને એમએસએમઈ ક્ષેત્ર સાથે સંકળાયેલા મોટી સંખ્યામાં ઉદ્યોગકારોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. કાર્યક્રમ દરમિયાન વિવિધ એમએસએમઈ લોન યોજનાઓ અંગે વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી.

આ ઉપરાંત કાર્યક્રમમાં આકર્ષક વ્યાજદર, ઝડપી લોન મંજુરી, ઓછી પ્રોસેસિંગ ફી, સરળ દસ્તાવેજીકરણ અને નિષ્ણાત માર્ગદર્શન જેવી સુવિધાઓ અંગે પણ માહિતી આપવામાં આવી હતી. આ પ્રસંગે શ્રી કે. પાર્થ સારથી નાયડુ, જનરલ મેનેજર, સેન્ટ્રલ ઓફિસ, મુંબઈ, શ્રી દીપક મંગલ, પ્રાદેશિક વડા, જામનગર રીજનલ ઓફિસ તથા શ્રી નિલેશ મિશ્રા, ચીફ મેનેજર, આરપીસી (રીજનલ પ્રોસેસિંગ સેન્ટર), ગુજરાત સહિત બેંકના વરિષ્ઠ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતાં.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh