Advertisement
Author: નોબત સમાચાર

જામજોધપુરના વાંસજાળીયામાં મોડીરાત્રે જુગારના દરોડામાં સાત પત્તાપ્રેમી પકડાયા

શિવનગરમાંથી ત્રણ મહિલા સહિત પાંચ જુગાર રમતા ઝડપાયાઃ

                                                                                                                                                                                                      

  જામનગર તા. ૮: જામજોધપુરના વાંસજાળીયામાંથી ગઈરાત્રે જુગાર રમતા સાત શખ્સ પકડાયા છે. નગરમાં શિવનગરમાંથી ત્રણ મહિલા સહિત પાંચ તીનપત્તી રમતા ઝડપાયા છે. કૃષ્ણનગરમાંથી વર્લીપ્રેમી મળી આવ્યા છે અને ખડધોરાજીમાં ગંજીપાના કૂટતા ત્રણ સામે ગુન્હો નોંધાયો છે. સતાપરમાંથી પણ ત્રણ શખ્સ તીનપત્તી રમતા ઝડપાઈ ગયા છે.

જામજોધપુર તાલુકાના વાંસજાળીયા ગામમાં ગઈરાત્રે જુગાર રમાતો હોવાની બાતમી પરથી રાત્રે બે વાગ્યે જામજોધપુર પોલીસ સ્ટેશનના સ્ટાફે દરોડો પાડ્યો હતો. ત્યાંથી ખેંગારભાઈ ખીમાભાઈ સોંદરવા, અબુભાઈ ઈસ્માઈલભાઈ ચાવડા, ભાણજીભાઈ પુંજાભાઈ સવસાણી, અશ્વિનભાઈ ગાંગજીભાઈ ધરસંડીયા, દિનેશભાઈ વ્રજલાલ લાખાણી, ભૂપતભાઈ મોહનભાઈ ભરડવા, કાનજીભાઈ લાલજીભાઈ પરમાર નામના સાત શખ્સ મળી આવ્યા હતા.

આ સ્થળેથી પોલીસે રૂ।.૧૦૨૦૦ રોકડા અને ગંજીપાના કબજે કરી જુગાર ધારાની કલમ ૧૨ હેઠળ ગુન્હો નોંધ્યો છે.

જામજોધપુર તાલુકાના સતાપર ગામમાં ગઈરાત્રે ૬૬ કેવી વીજ સબ સ્ટેશન પાસે જુગાર રમતા રમેશભાઈ વસરામભાઈ સુરેલા, નવઘણ ચનાભાઈ રાઠોડ, શૈલેષભાઈ પૂનાભાઈ ચૌહાણ નામના ત્રણ શખ્સને પોલીસે રૂ।.૩૨૫૦ સાથે પકડી લીધા છે.

કાલાવડ તાલુકાના ખડધોરાજી ગામમાં ગઈકાલે બપોરે તીનપત્તી રમતા મુકેશ પ્રેમજીભાઈ પરમાર, જેઠાભાઈ ભીમાભાઈ પરમાર, સતારભાઈ આમદભાઈ ભટ્ટી નામના ત્રણ શખ્સને પોલીસે રૂ।.૩૭૪૦ સાથે પકડી લીધા છે.

જામનગરમાં કૃષ્ણનગરની શેરી નં.૩માં ચાંદની એપાર્ટમેન્ટ પાસે ગઈકાલે બપોરે જાહેરમાં ઉભા રહી વર્લીના આંકડા લખતા સુરેશભાઈ ગૌરીશંકર મોખા નામના વૃદ્ધને પોલીસે પકડી લઈ રોકડ, મોબાઈલ, આંકડા લખેલી ચિઠ્ઠી મળી કુલ રૂ।.૬૧૧૦નો મુદમાલ કબજે કર્યાે છે.

જામનગરમાં હરીયા કોલેજ પાછળ શિવનગરની શેરી નં.૨માં ગઈકાલે સાંજે જાહેરમાં ગંજીપાના કૂટતા હરભમભાઈ જીવણભાઈ નરા, જીવણભાઈ હરભમભાઈ નરા, દિવ્યાબેન ખીમજીભાઈ કરંગીયા, લતાબેન દિનેશભાઈ પટેલ, માયાબેન જીતેન્દ્રભાઈ સુમરીયા નામના પાંચ વ્યક્તિ રૂ।.૪૧૭૫૦ સાથે પકડાઈ ગયા હતા. પોલીસે એક બાઈક પણ ઝબ્બે લીધુ છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh