Advertisement
Author: નોબત સમાચાર

તહેવારો ટાણે ખાંડ થઈ કડવી !

ભાવ વધારો થતા સરકાર પર તડાપીટ

                                                                                                                                                                                                      

જામનગર તા. ૮: શ્રાવણીયા તહેવારો, મેળા, રક્ષાબંધન, શિતળા સાતમ, જન્માષ્ટમી, ગણેશોત્સવ સહિતના તહેવારોની શ્રૃંખલા આવી રહી છે, ત્યારે જ ખાંડના ભાવોમાં વધારો થતા લોકો માટે ખાંડનો મીઠો સ્વાદ હવે કડવો થઈ રહ્યો છે, અને લોકો તહેવારો ટાણે જ કિલે દસ-પંદર રૂપિયા સુધીનો ભાવ વધારો થતા પરેશાન છે, જયારે વિપક્ષના નેતાઓ તથા ટીકાકારો સરકાર પર તડાપીટ બોલાવી રહ્યાં છે. ખાંડના ભાવોમાં અચાનક જ ૧પ થી ર૦ ટકાનો વધારો થતા ગરીબ-મધ્યમવર્ગના તહેવારો બગડશે, અને મીઠાઈના વેચાણ પર અસર થતા ફરસાણ-મીઠાઈના ઉત્પાદકો અને વેપારીઓને પણ માઠી અસર થશે. કેટલાક ગ્રાહક સંગઠનોએ તો ફરસાણ-મીઠાઈના ભાવોમાં તહેવારો ટાણે થતી નફાખોરી અને ભેળસેળ સામે સરકારી તંત્રો માત્ર દેખાવ ખાતર ભાવબાંધણા કરે છે, પરંતુ વાસ્તવમાં મીલીભગત હોય છે, તેવા આક્ષેપો કરી રહ્યાં છે.

અલનોની અસરથી શેરડીનું ઉત્પાદન ઘટશે અને શેરડીના બાય પ્રોડક્ટસ મોંઘા થશે, તેવી આશંકાથી ખાંડની મોટાપાયે સંગ્રહાખોરી થઈ હોવાથી બજારમાં ખાંડની કૃત્રિમ તંગી ઊભી થતા ભાવો વધ્યા હોવાની આશંકા પણ છે, અને ઈરાદાપૂર્વક કૃત્રિમ તંગી ઊભી કરી છે. નફાખોરી કરવાનો કારસો રચાયો હોવાની શંકા પણ વ્યક્ત થઈ રહી છે. જો કે, ઓલ ઈન્ડિયા શુગર ટ્રેડ એસોસિએશને અફવાઓથી લોકોને દૂર રહેવા અને પેનિકમાં જરૂર કરતા વધુ ખરીદી કરીને સંગ્રહ નહીં કરવાની અપીલ પણ કરી છે.

જો કે, સરકારે ૩૦મી સપ્ટેમ્બર-ર૦ર૬ સુધી કેટલાક અપવાદો સિવાય ખાંડની નિકાસ પર પ્રતિબંધ તો મૂક્યો છે, પરંતુ સરકારે સ્ટોક નિયંત્રણ સહિતના ઉઠાવેલા કદમ કારગત નિવડ્યા નથી, તેથી તંત્રના તકલાદી અમલીકરણના આક્ષેપો પણ થઈ રહ્યા છે, બીજી તરફ નેપાળ સહિતના ભારતીય ખાંડની આયાત પર આધારિત દેશોમાં ખાંડની તંગી ઊભી થવાની બુમરાણ પણ મચી છે. આમ, સરકાર તરફ બન્ને તરફથી તડાપીટ બોલી રહી છે.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh