Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
સુરેન્દ્રનગર જિલ્લાના રહેવાસી હોવાનું આધારકાર્ડ મળ્યું:
જામનગર તા. ૮: જામનગરની જીજી હોસ્પિટલમાં ગઈકાલે સારવાર માટે દાખલ કરવામાં આવેલા એક પ્રૌઢનું મૃત્યુ થયું છે. સુરેન્દ્રનગર જિલ્લાના ચરમાળીયા ગામના મનાતા આ પ્રૌઢના વાલી વારસ મળી આવ્યા નથી. પોલીસે મૃતદેહને પીએમ માટે ખસેડી વાલી વારસની શોધ હાથ ધરી છે અને તેઓને પોલીસનો સંપર્ક કરવા અનુરોધ કર્યાે છે.
જામનગરની જી.જી. હોસ્પિટલમાં ગઈકાલે વહેલી સવારે એક પ્રૌઢને સારવાર માટે લાવવામાં આવ્યા હતા. મૂળ સુરેન્દ્રનગર જિલ્લાના ચુડા તાલુકાના ચરમાળીયા ગામના વતની ભરતભાઈ હેમુભાઈ કાવઠીયા નામના આ પ્રૌઢને ફરજ પરના તબીબે ચકાસ્યા પછી મૃત્યુ પામેલા જાહેર કર્યા હતા.
આ બાબતની સમાજ સેવક હિતેશગીરી ગોસાઈએ પોલીસને જાણ કરી છે. મૃતક ભરતભાઈના કોઈ વાલી વારસ મળી આવ્યા નથી. ઉપરોક્ત તસ્વીરવાળા પ્રૌઢના ખિસ્સામાંથી ભરતભાઈ હેમુભાઈ કાવઠીયા નામનું આધારકાર્ડ મળી આવ્યું છે. તેઓના વાલીને પોલીસનો સંપર્ક કરવા અનુરોધ કરાયો છે. તેના માટે ૬૩૫૯૬ ૨૯૩૫૩ અથવા પીએસઆઈ જે.એસ. ગોવાણી-૯૮૨૫૫ ૯૨૯૭૯ નો સંપર્ક કરી શકાશે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial