Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
સેનેટમાં ૮૬ વિ. ૧૧ મતે બિલ પસારઃ હવે પ્રતિનિધિ ગૃહમાં જશેઃ "મિત્રતા"ની આકરી કિંમત ચૂકવવી પડશે ?
વોશિંગ્ટન તા. ૮: અમેરિકાની સેનેટે રશિયા પર પ્રતિબંધો લાદવાનું બિલ પસાર કર્યું છે. રશિયા પાસેથી તેલ ખરીદનારા દેશો પર કડક કાર્યવાહી થશે. આ બિલ યુએસ સેનેટે ૮૬-૧૧ મતથી એક બિલને મંજૂરી આપી છે. આ પ્રસ્તાવમાં રશિયા પાસેથી તેલ અને ગેસ ખરીદનારા દેશો પર ૧૦૦% સુધી ટેરિફ લાદવાની જોગવાઈઓ કરાઈ છે. આ બિલ હવે યુએસ હાઉસ ઓફ રિપ્રેઝન્ટેટિવ્સમાં જશે, જ્યાં મંજૂરી પછી, તે ટ્રમ્પને મોકલવામાં આવશેઃ આ બિલ ટ્રમ્પને રશિયન તેલ અને ગેસ આયાત કરતા દેશોના માલ પર ૧૦૦% ટેરિફ લાદવાની સત્તા આપશે.
અમેરિકા રશિયા પાસેથી તેલ ખરીદતા દેશો પર પોતાની પકડ મજબૂત કરવા જઈ રહૃાું છે. અમેરિકન સેનેટે રશિયા બિલ પસાર કર્યું છે. આનો અર્થ એ થયો કે રશિયા સામે મોટા પ્રતિબંધો લાદતા બિલને અમેરિકન સેનેટ દ્વારા મંજૂરી આપવામાં આવી છે. આ બિલ ૧૦૦% ટેરિફ લાદવાની જોગવાઈ કરે છે. આ બિલ રશિયા પાસેથી મોટા પ્રમાણમાં તેલ અને ગેસ ખરીદતા દેશો પર ભારે ટેરિફ લાદવાનો માર્ગ મોકળો કરે છે.
ભારત આ દેશોમાંનો એક છે. અમેરિકા અને રશિયા વચ્ચે ચાલી રહેલા તણાવની અસર હવે ભારત પર પણ પડી શકે છે. અમેરિકાના આ પગલાને સમજવાથી ખ્યાલ આવે છે કે ભારતને રશિયા સાથેની મિત્રતાની કિંમત ચૂકવવી પડી શકે છે.
યુએસ સેનેટે રશિયા પર કડક પ્રતિબંધો લાદતો એક મુખ્ય બિલ પસાર કર્યો. આ બિલને લિન્ડસે ઓ. ગ્રેહામ સેન્ક્શનિગ રશિયા એન્ડ ઈરાન એક્ટ ઓફ ૨૦૨૬ કહેવામાં આવે છે. સેનેટે તેને ૮૬-૧૧ મતથી પસાર કર્યો. આ બિલમાં રશિયા પાસેથી તેલ અને ગેસ ખરીદનારા દેશો પર ૧૦૦ ટકા ટેરિફ લાદવાની જોગવાઈ છે.
યુએસ સેનેટ (યુનાઇટેડ સ્ટેટ્સનું પ્રતિનિધિ ગૃહ) એ રશિયા અને તેના પેટ્રોલિયમ ઉત્પાદનોના મુખ્ય ખરીદદારો (જેમ કે ચીન અને ભારત) પર દંડ લાદવાના બિલને ભારે મતથી મંજૂરી આપી છે.
એવી દલીલ કરવામાં આવી હતી કે આવા વેપાર યુક્રેન યુદ્ધને વેગ આપે છે. આ બિલનું નામ બદલીને 'લિન્ડસે ઓ' રાખવામાં આવ્યું છે. ગ્રેહામ સેન્ક્શનિગ રશિયા એન્ડ ઈરાન એક્ટ ઓફ ૨૦૨૬ નામના આ બિલને સેનેટ દ્વારા ૮૬-૧૧ મતથી મંજૂરી આપવામાં આવી હતી.
આ બિલ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને રશિયન તેલ અને ગેસના ટોચના પાંચ આયાતકારોના માલ પર ૧૦૦ ટકા ટેરિફ લાદવાની મંજૂરી આપે છે.હાલમાં, ચીન, ભારત, અઝરબૈજાન, હંગેરી અને સ્લોવાકિયા રશિયન તેલ અને ગેસના ટોચના પાંચ ખરીદદારો છે.
અમેરિકા યુએસ દલીલ કરે છે કે રશિયા તેલ અને ગેસ વેચીને આવક મેળવે છે, અને આ આવક તેની યુદ્ધ ક્ષમતાઓને ટેકો આપે છે. તેથી, રશિયા પર સીધા દબાણ કરવા ઉપરાંત, તેના મુખ્ય ઊર્જા ખરીદદારો પર દબાણ લાવવા માટે એક વ્યૂહરચના અપનાવવામાં આવી રહી છે.
પ્રાપ્ત થતી વિગતો મુજબ રશિયા પર પ્રતિબંધો ઉપરાંત, આ બિલ ૧૯૯૬ ના ઈરાન પ્રતિબંધ કાયદાની સમયમર્યાદા ૨૦૩૧ સુધી લંબાવશે. આ કાયદા દ્વારા ઈરાનના ઉર્જા ક્ષેત્રમાં રોકાણ કરતી કંપનીઓ પર દંડ લાદવામાં આવશે. આ દ્વિપક્ષીય બિલ રિપબ્લિકન સેનેટર લિન્ડસે ગ્રેહામ (જેમનું ૧૧ જુલાઈના અવસાન થયું) અને ડેમોક્રેટ રિચાર્ડ બ્લુમેન્થલ દ્વારા રજૂ કરવામાં આવ્યું હતું. કિવની મુલાકાત પછી ગ્રેહામના અચાનક અવસાન પછી, બંને પક્ષોના નેતાઓએ બિલ પસાર કરવા અને યુક્રેનના સાથી તરીકે સ્વર્ગસ્થ સેનેટરના વારસાને માન આપવા માટે નવેસરથી પગલાં લીધાં.
સ્વર્ગસ્થ સેનેટરની બહેન, ડાર્લીન ગ્રેહામ (જેમને તેમના મૃત્યુ પછી તેમની બેઠક પર નિયુક્ત કરવામાં આવ્યા હતા), તેમણે કહૃાું, આ બિલ રશિયાના અર્થતંત્રને ટકાવી રાખતા મુખ્ય દેશોને એક સરળ પણ નિર્ણાયક પસંદગી કરવા દબાણ કરે છેઃ યુનાઇટેડ સ્ટેટ્સ સાથે વેપાર કરવો અથવા સસ્તી રશિયન ઊર્જા ખરીદવી તે વચ્ચે પસંદગી કરવી. તેનો હેતુ રશિયન નેતાઓ અને અધિકારીઓ પર પ્રતિબંધો લાદવાનો પણ છે, જેમાં રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન, શ્રીમંત કુળસમૂહ અને નાણાકીય સંસ્થાઓનો સમાવેશ થાય છે.
મતદાન પછી, સેનેટર બ્લુમેન્થલે પત્રકારોને જણાવ્યું હતું કે, આ કડક પ્રતિબંધો અને ટેરિફ આ ખૂની, ગુનાહિત અને આક્રમક યુદ્ધમાં સામેલ તમામ લોકોને અટકાવશે. કેટલાક ડેમોક્રેટ્સે ચેતવણી આપી છે કે આ બિલ ટ્રમ્પને નવી ટેરિફ સત્તાઓ આપશે, ભલે તેમણે આવા ટેરિફને તેમની વેપાર નીતિનો કેન્દ્રિય ભાગ બનાવ્યો હોય. આ બિલ હવે ૩૧ ઓગસ્ટના ફરીથી મળે ત્યારે મંજૂરી માટે પ્રતિનિધિ ગૃહમાં જશે. જયાં પસાર થયા પછી રાષ્ટ્રપતિ ટ્રમ્પને મોકલાશે, જેના પર ટ્રમ્પ હવે સ્વયં નિર્ણય લઈ શકશે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial