Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
સાઈબર સુરક્ષા વગેરેનો ખર્ચ કાઢવાનો ઉપાય થશે પણ
નવી દિલ્હી તા. ૮: યુપીઆઈ પેમેન્ટ પર ચાર્જ અંગે સૌથી મોટો ભ્રમ દૂર થયો છે, જેથી ગ્રાહકો અને નાના વેપારીઓને મોટી રાહત થઈ છે. પીસીઆઈએ ચોખવટ કરી છે કે સુરક્ષા ઉપયો- નિયમ પાલન માટે થતા ખર્ચનો બોજ સામાન્ય ગ્રાહકો કે નાના વેપારીઓ પર નહીં પડે.
યુનિફાઇડ પેમેન્ટ્સ ઇન્ટરફેસ (યુપીઆઈ) પર ચાર્જ લાગુ થવાની અફવાઓ વચ્ચે, પેમેન્ટ કાઉન્સિલ ઓફ ઇન્ડિયા (પીસીઆઈ) એ સ્પષ્ટતા કરી છે. પીસીઆઈ એ જણાવ્યું છે કે, સામાન્ય ગ્રાહકો અને નાના વેપારીઓ માટે યુપીઆઈ ચૂકવણી સંપૂર્ણપણે મફત રહેશે. સિસ્ટમને મજબૂત અને ટકાઉ બનાવવા માટે ચર્ચાઓ ચાલી રહી છે, પરંતુ ગ્રાહકો કે નાના વેપારીઓ પર કોઈ બોજ નહીં પડે. મોટા વેપારીઓ પર ભવિષ્યમાં ચાર્જ લાગી શકે છે, જે તેમનો અને સર્વિસ પ્રોવાઇડર વચ્ચેનો કરાર હશે.
યુનિફાઇડ પેમેન્ટ્સ ઇન્ટરફેસ પર ચાર્જ વસૂલવામાં આવશે તેવી વિવિધ ચર્ચાઓ વચ્ચે પેમેન્ટ કાઉન્સિલ ઓફ ઇન્ડિયા (પીસીઆઈ)એ સ્પષ્ટતા કરી છે. પીસીઆઈએ જણાવ્યું છે કે સામાન્ય ગ્રાહકો અને નાના વેપારીઓ માટે યુપીઆઈ ચૂકવણી પહેલાની જેમ જ સંપૂર્ણપણે મફત રહેશે. હવે મૂળ મુદ્દો એ છે કે ઝડપથી વધી રહેલા આ ડિજિટલ પેમેન્ટ નેટવર્કને લાંબા સમય સુધી કેવી રીતે મજબૂત અને ટકાઉ બનાવી શકાય, જેને ધ્યાનમાં રાખીને કેટલાક નિર્ણયો લેવામાં આવી રહૃાા છે.
પીસીઆઈએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એકસ પર સ્પષ્ટતા કરતા જણાવ્યું છે કે, વર્ષ ૨૦૧૬માં યુપીઆઈની શરૂઆત થઈ ત્યારથી જ સરકાર અને પેમેન્ટ ક્ષેત્રે ગ્રાહકો પાસેથી કોઈ પણ પ્રકારનો ટ્રાન્ઝેક્શન ચાર્જ લીધો નથી અને ભવિષ્યમાં પણ ગ્રાહકો કોઈ પણ ચાર્જ વગર યુપીઆઈનો ઉપયોગ કરી શકશે.
આ ઉપરાંત નાના દુકાનદારો અને કરિયાણા વેપારીઓ પાસેથી પણ યુપીઆઈ પેમેન્ટ સ્વીકારવા પર કોઈ મર્ચેન્ટ ડિસ્કાઉન્ટ રેટ (એમડીઆર) લેવામાં આવશે નહીં. યુપીઆઈને નાના કારોબારીઓ સુધી ડિજિટલ પેમેન્ટની સુવિધા પહોંચાડવાના હેતુથી બનાવવામાં આવ્યું હતું અને તેમની સુવિધા હંમેશા પ્રાથમિકતા રહેશે.
યુપીઆઈ આજે વિશ્વની સૌથી મોટી રિયલ-ટાઇમ ડિજિટલ પેમેન્ટ સિસ્ટમ બની ચૂકી છે. દર મહિને અબજોના ટ્રાન્ઝેક્શન થતા હોવાને કારણે આ સિસ્ટમને સુરક્ષિત, મજબૂત અને ટકાઉ બનાવી રાખવા માટે જરૂરી રોકાણ અને માળખા પર ચર્ચા થઈ રહી છે. જોકે, તેનાથી ગ્રાહકો કે નાના વેપારીઓ પર કોઈ વધારાનો બોજ પડશે નહીં. પીસીઆઈના જણાવ્યા મુજબ, નેશનલ ડિજિટલ પેમેન્ટ સિસ્ટમને ચલાવવામાં ટેકનોલોજી, સાઇબર સુરક્ષા, ગ્રાહક સહાયતા અને નિયમોના પાલન પાછળ સતત ખર્ચ થાય છે, જે હાલમાં બેંકો અને પેમેન્ટ સર્વિસ પ્રોવાઇડર્સ ભોગવી રહૃાા છે.
પીસીઆઈએ સ્પષ્ટ કર્યું છે કે જો ભવિષ્યમાં મોટા વેપારીઓ પર મર્ચેન્ટ સર્વિસ ચાર્જ લાગુ કરવામાં આવે, તો પણ તેનો અર્થ એ નથી કે ગ્રાહકોએ યુપીઆઈનો ઉપયોગ કરવા માટે ચાર્જ ચૂકવવો પડશે. આ ચાર્જ માત્ર વેપારી અને પેમેન્ટ સર્વિસ પ્રોવાઇડર વચ્ચેનો વ્યાવસાયિક કરાર હશે. વિશ્વના ઘણા દેશોમાં પણ આવી વ્યવસ્થા લાગુ છે, જ્યારે ગ્રાહકો માટે ડિજિટલ પેમેન્ટ સેવાઓ સામાન્ય રીતે વિનામૂલ્યે ઉપલબ્ધ રહે છે.
છેલ્લા ૧૦ વર્ષથી બેંકો, પેમેન્ટ સર્વિસ પ્રોવાઇડર્સ, ફિનટેક કંપનીઓ, એનપીસીઆઈ અને આરબીઆઈ ટેકનોલોજી, સાયબર સુરક્ષા અને ફ્રોડ રોકવા માટે સતત રોકાણ કરી રહૃાા છે, જેથી યુપીઆઈ દિવસના ૨૪ કલાક અને અઠવાડિયાના ૭ દિવસ સુરક્ષિત રીતે કામ કરી રહૃાું છે. વધતા ટ્રાન્ઝેક્શન સાથે આ સુરક્ષા અને નવીનતા જાળવી રાખવા માટે રોકાણ જરૂરી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial