Nobat ના બધા ન્યુઝ તમારા નોટીફીકેસન મેળવવા માટે નીચે I Understand ઉપર ક્લિક કરો.
પોલીસે વાલી વારસની શોધખોળ હાથ ધરી છેઃ
જામનગર તા. ૭: ખંભાળિયાના રેલવે સ્ટેશન પાસેથી એક વૃદ્ધ મહિલા કોઈ કારણસર દાઝી ગયા પછી સારવાર માટે હોસ્પિટલમાં લઈ જવાયા હતા જ્યાં તેમનું મૃત્યુ નિપજ્યું હતું.
ખંભાળીયાના રેલવે સ્ટેશનના ગેઈટ પાસેથી ગઈકાલે સવારે ૬૦ વર્ષના અજાણ્યા તેમજ માનસિક બીમાર અને રખડતું ભટકતું જીવન જીવતા વૃદ્ધા કોઈ કારણસર હાથના ભાગે દાઝી ગયા હતા અને બેભાન થઈ ગયા હતા.
તેમને પ્રથમ સારવાર માટે ખંભાળિયાની હોસ્પિટલમાં અને વધુ સારવાર માટે ત્યાંથી જામનગરની હોસ્પિટલમાં ખસેડાયા હતા જ્યાં તેઓનું સારવારમાં મૃત્યુ થયું છે. આ બનાવ અંગે ખંભાળિયાના રામભાઈ કરશનભાઈ ભાચકને પોલીસમાં જાણ કરતા એએસઆઈ એલ.વી. જાદવે તપાસ હાથ ધરી છે.
જો આપને આ પોસ્ટ ગમી હોય તો શેર કરો...
Follow us: આ જ પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.
Android: https://rb.gy/surhtv
Apple ios: https://rb.gy/cee4r9
Social Media
ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો
https://www.instagram.com/nobatdaily?r=nametag
વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો
https://youtube.com/@Nobatofficial