Advertisement
Author: નોબત સમાચાર

છવ્વીસ જેટલી સરકારી પ્રાથમિક શાળાઓના જર્જરીત ઓરડાઓ તોડી પાડવાનો નિર્ણય

દેવભૂમિ દ્વારકા જિલ્લાની

                                                                                                                                                                                                      

ખંભાળિયા તા. ૮: દેવભૂમિ દ્વારકા જિલ્લા પંચાયતની શિક્ષણ સમિતિની બેઠક સમિતિના અધ્યક્ષા દક્ષાબેન કણઝારિયાના અધ્યક્ષસ્થાને યોજાઈ હતી.

આ બેઠકમાં દેવભૂમિ દ્વારકા જિલ્લાની સરકારી પ્રાથમિક શાળાઓમાં ભયજનક તથા બિનઉપયોગી વર્ગખંડો હોય તેની અપસેટ પ્રાઈઝ નક્કી કરીને તોડી પાડવાનું સર્વાનુમત્તે ઠરાવાયું હતું. કુલ ર૬ શાળાઓમાં જર્જરિત તથા ભયજનક રૂમો આવેલા, જેનો સર્વે કરી ડેમેજ સર્ટીફિકેટ આવ્યા પછી તોડવાનું નક્કી કરાયેલ જેમાં ગઢેચી, હમુસર, ભીમરાણા, મેંદરડા, મકનપુર, તાલુકા શાળા નં. પ શક્તિનગર, ખજુરિયા, ખાખરડા વાડી શાળા, ગોકલપર, વાચ્છુ, અણિયારી, ઠક્કર શેરડી, લાલુકા ગામની શાળા ગણેશગઢ, ફતેપુર સેવક દેવળિયા જેવી શાળાઓનો સમાવેશ થાય છે.

આ ઉપરાંત દ્વારકા તાલુકામં કૃષ્ણનગર પ્રાથમિક શાળા, ભીમનગર પ્રાથમિક શાળા તથા લાંબા વાડી શાળાના ઓરડા પણ જર્જરિત ભયજનક હોય, તોડી પાડવાનું નક્કી થયેલ. ભાણવડ તાલુકાના વેરાડ ગામમાં આવેલ જુનું કન્યાશાળાનું મકાન ગ્રામ પંચાયતને સોંપવા ઠરાવાયેલ તથા શાળાઓની સંખ્યા મુજબ કેળવણી નિરીક્ષકના મહેકમમાં વધારો કરવો અને અન્ય વહીવટી ઠરાવો પસાર થયા હતાં.

જો આપને  પોસ્ટ ગમી હોય તો શેર કરો...

Follow us:   પ્રકારની બીજી પોસ્ટ માટે અમારી એપ ડાઉનલોડ કરો.

Android: https://rb.gy/surhtv

Apple ios: https://rb.gy/cee4r9

 

Social Media

ફોટો સ્ટોરી માટે અમારા ઇન્સ્ટાગ્રામ પેઈજને ફોલ્લો કરો

https://www.instagram.com/nobatdaily?r=nametag

 

વિડિયો માટે અમારી યુ-ટ્યૂબ ચેનલને સબસ્ક્રાઈબ કરો

https://youtube.com/@Nobatofficial



Advertisement

અન્ય સમાચારો

Advertisement
close
Ank Bandh